બોલીવુડના ફેમસ સેલિબ્રિટી અન્ય સ્ત્રી સાથે રોમાન્સ કરતો ઝડપાયો તો પત્ની પર કાર ચઢાવી, વીડિયો જોઈને ધ્રુજી જશો

‘દેહાતી ડિસ્કો’ થી લઈને ‘ખલી બલી’, જેવી હિટ પિક્ચરના ફેમસ પ્રોડ્યુસર વિરુદ્ધ પોતાની વાઈફ તથા અભિનેત્રી યાસ્મીન પર કાર ચઢાવવાનો કેસ દાખલ થયો છે. તેની વાઈફને મુંબઈના અંધેરી (વેસ્ટ)માં રેસિડેન્શિયલ બિલ્ડિંગના પાર્કિંગમાં પતિને બીજી સ્ત્રી સાથે કારમાં બેઠેલો જોઈ ગઈ પછી તે પતિ સાથે વાત કરવા ગઈ તો કમલ કિશોર મિશ્રાએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો અને પત્નીને કાર નીચે કચડી હતી.

આ વીડિયો જોઈને તમને પણ ધ્રાસ્કો પડી જશે. કાર ચડાવી દીધા પછી પત્ની યાસ્મીન ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેને હાથ-પગ તથા માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના 19 ઓક્ટોબરની છે. પોલીસના મતે યાસ્મીને પતિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. પોલીસે બુધવારે જણાવ્યું કે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે કમલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વીડિયોમાં કમલની પત્નીને જમીન પર પડતા જોઈ શકાય છે.

આ ઘટના 19 ઓક્ટોબરે પશ્ચિમ અંધેરીમાં રહેણાંક મકાનના પાર્કિંગ વિસ્તારમાં બની હતી. ANIએ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાર્કિંગ એરિયામાં એક મહિલા કારના ડ્રાઈવરને રોકે છે. પરંતુ તે રોકાતો નથી મહિલા પડી જાય છે અને પછી કારનો આગળનો ભાગ તેના પર ધસી આવે છે. આમાં એક વ્યક્તિ દોડતો આવે છે અને મહિલાને કારની નીચેથી બહાર કાઢે છે.

પ્રોડ્યુસરની પત્ની યાસ્મીને પતિ પર આક્ષેપો કરતાં કહ્યું હતું, ’19 ઓક્ટોબરે જ્યારે હું ઘરે ગઈ તો મારો પતિ ગાડીમાં બેસીને મોડલ આયેશા સુપ્રિયા મેમન સાથે રોમાન્સ કરતો હતો. બંને ઘણાં જ ક્લોઝ દેખાયા પછી મેં ત્યાં કારના કાચ પર ખખડાવીને ગાડીનો કાચ નીચે કરવાનું હતું. જોકે કમલે મારી એક વાત ના સાંભળીને ગાડી વાળીને ભાગવા લાગ્યો હતો.’

વધુમાં તેણીએ કહ્યું કે, ‘મેં ગાડી રોકવાની ટ્રાઈ કરી પણ મારા પતિએ મારી પર કાર ચઢાવી દીધી હતી. મને માથામાં ઘણી જ ઈજા થઈ છે. કમલે થોડી પણ માણસાઈ બતાવી નહીં અને કારમાંથી નીચે ઊતરીને જોયું સુધ્ધાં નહીં કે હું જીવતી છું કે મરેલી. અમારા મેરેજના 9 વર્ષના સંબંધો છે અને તે વ્યક્તિએ 9 સેકન્ડ પણ મારા વિશે વિચાર્યું નહીં.’

YC