ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા પ્રેમીએ કાર ચલાવવા આપી, બે લોકોને કચડીને મારી નાખ્યા, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

છોકરીને ગાડી આપતા પહેલા ચેતજો ! ગર્લફ્રેન્ડને પટાવવા કાર આપીએ અને ગર્લફ્રેન્ડે બે લોકોને કચડીને મારી નાખ્યા, મોઢું છુપાવવા લાગી

દેશભરમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાય લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ઘણીવાર કોઈની બેદરકારી પણ કોઈના માટે જોખમ સાબિત થઇ શકે છે. ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં એક યુવતીએ બે બાઈક ચાલકોને કારથી કચડી નાખ્યા છે. ખાસ વાત તો એ હતી કે યુવતીને કાર ચલાવતા નહોતી આવડતી, તો પણ તેના બોયફ્રેન્ડે તેને ઈમ્પ્રેસ કરવા માટે કાર ચલાવવા આપી હતી.

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે છત્તીસગઢના બિલાસપુર શહેરમાંથી. જ્યાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે તેની કાર ચલાવવા માટે આપી, ગર્લફ્રેન્ડને કાર કેવી રીતે ચલાવવી તે આવડતું ન હતું. આમ છતાં યુવકે તેને પ્રોત્સાહન આપ્યું અને તેની પ્રેમિકાએ કાર ચલાવવાનું શરૂ કર્યું.

જેના બાદ પ્રેમિકાએ થોડે દૂર જઈને બે બાઇક સવારોને ટક્કર મારી હતી, જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે આ કેસમાં આરોપી યુવક અને તેની પ્રેમિકાની ધરપકડ કરી છે. કારના માલિક યુવકના પિતા વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ બાબતે મળી રહેલી વધુ મુજબ ઘટના બિલાસપુર નજીક કોટા રોડ ગામ નેવરા પાસે બની હતી. મુંગેલીનો રહેવાસી રવિન્દ્ર કુરે તેની ગર્લફ્રેન્ડ સાથે કારમાંથી નીકળી ગયો હતો.

રવિન્દ્રએ તેની ગર્લફ્રેન્ડને કાર ચલાવવા માટે આપી હતી. થોડે દૂર ચાલ્યા બાદ યુવતીએ ઉત્સાહમાં એક્સિલરેટર વધુ દબાવ્યું. જેના કારણે સામેથી આવતી એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 50 વર્ષીય શુકુવારા બાઈ કેવત અને જેતારામ યાદવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક કેટલાય મીટર દૂર રોડ પર ઘસડાતી રહી.

આ અકસ્માતમાં તુલસીરામ યાદવ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ આસપાસના ગ્રામજનોએ યુવતી અને તેના બોયફ્રેન્ડ રવિન્દ્ર કુરેને પકડી લીધા હતા. લોકોએ ઘટનાની જાણ કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આ કાર રવિન્દ્ર કુરેના પિતાના નામે નોંધાયેલ છે. પોલીસે કાર માલિક સામે પણ ગુનો નોંધ્યો છે.

Niraj Patel