કારની હવાઈ મુસાફરી! પહેલા માળેથી સીધા ગ્રાઉન્ડ સુધી, માંડ માંડ બચ્યો જીવ, જુઓ ભયંકર અકસ્માતનો ચોંકાવનારો વીડિયો

પુણેના વિમાન નગરમાં શુભ ગેટવે એપાર્ટમેન્ટ્સનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં, બીજા માળના પાર્કિંગમાંથી એક કાર અચાનક નીચે પટકાઈ. આ જોઈ લોકો ચોંકી ગયા છે.

અકસ્માત કેવી રીતે થયો?

ઘટનાના સીસીટીવી ફૂટેજમાં એક સફેદ કાર બિલ્ડિંગમાં પ્રવેશતી દેખાય છે. થોડી જ વારમાં, બીજા માળની પાર્કિંગ એરિયાની દિવાલ અચાનક તૂટી પડી, અને ત્યાં પાર્ક કરેલી એક બ્લેક કાર પાછળની તરફ સરકી ગઈ અને સીધી જમીન પર પડી. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે ત્યાં હાજર લોકો ચોંકી ગયા હતા. અકસ્માત સમયે પાર્કિંગ એરિયા પાસે એક સુરક્ષા ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ હાજર હતા, પરંતુ બંને બચી ગયા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને કોઈ મોટું માલ-મિલકતને નુકસાન થયું નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર, ડ્રાઈવરે પાર્કિંગ કરતી વખતે ભૂલ કરી અને કારને રિવર્સ ગિયરમાં મૂકી દીધી જેના કારણે કાર દિવાલ સાથે અથડાઈ. ટક્કરને કારણે દિવાલ તૂટી ગઈ અને નીચે પડી ગઈ, જેના કારણે આ અકસ્માત થયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં લોકો આ અકસ્માત અંગે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો પાર્કિંગ વિસ્તારના નબળા માળખા પર સવાલ ઉઠાવી રહ્યા છે, તો કેટલાક તેને ડ્રાઇવરની બેદરકારી ગણાવી રહ્યા છે.

Twinkle