અમદાવાદ-ઉદયપુર હાઇવે પર અકસ્માત, પુલ પરથી 35 ફૂટ નીચે કાર ખાબકતાં નાની બાળકી સહિત 4ના મોત

દેવ દિવાળીના દિવસે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી, દર્શન કરીને પરત ફરતા સમયે એક પરિવારને અકસ્માત નડ્યો. અરવલ્લીના મોડાસાના ગળાદર પાસે એક કાર પુલ પરથી નીચે ખાબકી અમે કારના પરખચ્ચા ઉડી ગયા. આ અકસ્માતની ઘટનામાં પરિવારના તમામ સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા ટીંટોઇ પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. શામળાજી મંદિર દર્શન કરીને પરત ફરી રહેલ પરિવારને અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો અને ગાડીમાં બેસેલ એક મહિલા, બે પુરૂષ અને એક બાળકીનું મોત નિપજ્યું.

જણાવી દઇએ કે, વહેલી સવારે હાંસોટના શેરા ગામ નજીક પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જતી કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ અને કારમાં સવાર ત્રણનાં મોત નીપજ્યા. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ પરિવાર ભાવનગરથી સુરત જઇ રહ્યો હતો અને ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામ્યો.

Shah Jina