બસ ડ્રાઈવર અને કાર ચાલકની રોડ વચ્ચે જ થઇ ગઈ માથાકૂટ, કાર ચાલકે બસના ડ્રાઈવરને દૂર સુધી બોનેટ પર લટકાવીને ઘસેડ્યો, જુઓ વીડિયો

રસ્તો  આપવા જેવી સામાન્ય વાતને લઈને કાર ચાલક અને બસના ડ્રાઈવર  વચ્ચે થઇ ગઈ માથાકૂટ, આ ઝઘડાનું પરિણામ એવું આવ્યું કે લોકોએ કારના કાચ પણ તોડી નાખ્યા, જુઓ વીડિયો

Argument between bus driver and car driver : રસ્તા પર વાહન લઈને જતા હોઈએ ત્યારે ઘણીવાર કોઈ અન્ય વાહન ચાલક સાથે વાહન ટકરાવવા કે ખોટી રીતે વાહન ચલાવવાના કારણે માથાકૂટ થતી તમે જોઈ હશે. ઘણીવાર તો ઝઘડા એટલી હદ સુધી વધી જતા હોય છે કે લોકો એકબીજા સાથે મારામારી પણ કરવા લાગી જતા હોય છે. હાલ એક એવી જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં આવી જ એક માથાકૂટના કારણે કાર ચાલક બસના ડ્રાઈવરને બોનેટ પર લટકાવીને દૂર  ઘસેડે છે.

શિમલાના એન્ટ્રી પોઈન્ટ શોગી વિસ્તારમાં કાર ડ્રાઈવર અને પંજાબ રોડવેઝના ડ્રાઈવર વચ્ચે ઝઘડો થયો હતો. કાર ચાલકે પંજાબ રોડવેઝના ડ્રાઈવરને બોનેટ પર 100 મીટર સુધી ઘસેડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, રાહતની વાત એ છે કે રોડવેઝના ડ્રાઇવરને કોઇ ઇજા થઇ નથી. શિમલા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પાસ આપવાને લઈને કાલકાથી શિમલા તરફ આવી રહેલી પંજાબ રોડવેઝની બસ અને કારના ડ્રાઈવર વચ્ચે ઝઘડો થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે બસ ડ્રાઈવર હાઈવેની વચ્ચે ઉભો રહી ગયો અને કાર ચાલક સાથે દલીલ કરવા લાગ્યો. લાંબા સમય સુધી બસ ચાલક કારની સામે ઉભો રહીને દલીલો કરતો હતો અને કાર ચાલકને બહાર આવવાનું કહેતો હતો પરંતુ કાર ચાલક બહાર આવ્યો ન હતો.

આ પછી બસ ડ્રાઈવર કારના બોનેટ પર સૂઈ ગયો. ત્યારબાદ કાર ચાલકે કાર સ્ટાર્ટ કરી અને બસ ચાલકને 100 મીટર સુધી ખેંચી ગયો. કાર આગળ વધે તે પહેલા બીજું વાહન સામે આવ્યું અને કાર ચાલકે વાહન રોકવું પડ્યું. આ ઘટનામાં ચાલકને કોઈ ઈજા થઈ ન હતી. આરોપી કાર ચાલકે વાહન રોકાવતા જ ઘટનાસ્થળે હાજર લોકો કારની પાછળ દોડી ગયા હતા અને તેને રોકી હતી અને સ્થળ પર હાજર કેટલાક લોકોએ કારમાં તોડફોડ પણ કરી હતી.

લોકોએ કારનો પાછળનો કાચ તોડી નાખ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પંજાબ રોડવેઝનો ડ્રાઈવર કારમાંથી પાસ લેવા માંગતો હતો, પરંતુ સામેથી આવતા વાહનને કારણે તે પસાર થઈ શક્યો ન હતો. જેના કારણે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી અને પંજાબ રોડવેઝનો ડ્રાઈવર અપ્રિય ઘટનાથી બચી ગયો હતો.

Niraj Patel