રૂંવાડા ઉભા કરી દેનારો અકસ્માત : ટ્રકની નીચે ઘુસી ગઈ કાર, છતાં ટ્રકના ડ્રાઈવરે ટ્રક ઉભી ના રાખી, ગાડીમાં ફસાયેલા હતા લોકો અને પછી… જુઓ વીડિયો

આવો ભયંકર અકસ્માત આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, ટ્રકની નીચે ફસાઈ ગઈ કાર, અંદર બેઠેલું વ્યક્તિ મદદ માટે બૂમો પાડતું રહ્યું અને ટ્રક ચાલકે ફૂલ સ્પીડમાં ટ્રક ભગાડી… જુઓ વીડિયો

Car Dragged Under A Truck : દેશ અને દુનિયામાં અકસ્માતની ઘણી ઘટનાઓ રોજ બનતી હોય છે અને તેમાં રોજના કેટલાય લોકો મોતને પણ ભેટતા હોય છે, મોટાભાગના અકસ્માત લોકોની બેદરકારીના કારણે બનતા હોય છે અને ઘણા અકસ્માતના વીડિયો પણ કેમેરામાં કેદ થઇ જાય છે અને પછી તેને જોતા જ લોકોના હોશ ઉડી જતા હોય છે. હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમારા પણ રૂંવાડા ઉભા થઇ જશે.

ટ્રકની નીચે ફસાઈ ગઈ કાર :

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ટ્રકનો ડ્રાઇવરજાણે અકસ્માતથી અજાણ હોય તેમ તે ઝડપે વાહન ચલાવી રહ્યો છે.  તેની નીચે ફસાયેલી કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઇ ગઈ છે. આ હોવા છતાં, તે લગભગ 2 કિમી સુધી ખેંચાતી રહી. આશ્ચર્યજનક વાત એ છે કે કારની અંદર એક વ્યક્તિ ફસાયેલો જોવા મળે છે, જે ત્યાંથી પસાર થઈ રહેલી કારને મદદ માટે સંકેત આપે છે. વિચારવા જેવી વાત એ છે કે આટલા ભયંકર અકસ્માત પછી કોઈ કેવી રીતે સુરક્ષિત રીતે બચી શકે.

2 કિમિ સુધી ઢસેડતો રહ્યો ટ્રક ડ્રાઈવર :

જોકે, આ પહેલીવાર નથી કે આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હોય. આ પહેલા પણ આવા ભયંકર માર્ગ અકસ્માતો જોવા મળ્યા છે. વીડિયોમાં સફેદ ટ્રકની નીચે એક કાળી કાર ફસાયેલી જોઈ શકાય છે. ગાડી થોડે દૂર જાય કે તરત. ત્યારે એક રાહદારી તેની નોંધ લે છે અને તરત જ આ ક્ષણને કેમેરામાં કેદ કરી લે છે. વાહન એવી રીતે અટવાયું છે કે તેનો કેટલોક ભાગ ટ્રકની નીચે છે અને કેટલોક ભાગ રોડ પર છે. એટલું જ નહીં અંદરનો વ્યક્તિ હાથ હલાવીને મદદ માંગી રહ્યો છે. આ દૃશ્ય જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો :

આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર (@pondlehocky) નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે- ડ્રાઈવરે આટલા લાંબા સમય સુધી કાર કેવી રીતે ન જોઈ? તેઓએ શક્ય તેટલી વહેલી તકે વકીલની મદદ લેવી જોઈએ. 5 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવેલા વીડિયોને 9 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. સાથે જ યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું- હે ભગવાન! મને આશા છે કે વ્યક્તિ સુરક્ષિત છે. બીજાએ કહ્યું- આ ગાંડપણ છે.

Niraj Patel