પેટ્રોલ પંપ ઉપર ઇંધણ ભરાવતી વખતે થઇ જાવ સાવધાન, આ ભાઈ ગેસ ભરાવવા ગયો ત્યારે અચાનક થયો એવો ધમાકો કે જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

આજે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે જેના કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યાં છે, પરંતુ તેની પણ કિંમત વધારે હોવાના કારણે અને હજુ ચાર્જિંગ સ્ટેશનની પણ એટલી સુવિધા ના હોવાના કારણે લોકો પોતાના વાહનને સીએનજીમાં કન્વર્ટ કરે છે. પરંતુ ગેસ વાળા વાહનોમાં આગ લાગવાની સંભાવના પણ વધુ રહે છે.

સોશિયલ મીડિયા અને સમાચારમાં તમે અવાર નવાર ગેસવાળા વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વિશે સાંભળતા અને જોતા હશો, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં આગ નહિ પરંતુ એવો ધમાકો થયો કે ત્યાં ઉપસ્થિત લોકોની સાથે સાથે જેને પણ આ વીડિયો જોયો તેમના રૂંવાડા ઉભા થઇ ગયા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની કારમાં ફ્યુઅલ રિફિલિંગ કરાવતો જોવા મળી રહ્યો છે. પરંતુ અચાનક તે વ્યક્તિની કારનો પાછળનો ભાગ વિસ્ફોટ થાય છે. જેથી માણસ અને ઈંધણ સ્ટેશનનો કર્મચારી બંને ડરી જાય અને પાછળ હટી જાય છે. વિસ્ફોટ સાંભળીને, ફ્યુઅલ સ્ટેશનનો કર્મચારી ફિલિંગ મશીન બંધ કરવા દોડી ગયો. જેથી કોઈ મોટી દુર્ઘટના ન થાય. જો કે, તેને જોતા એવું પણ લાગે છે કે ઉપરથી કંઈક કારની છત પર પડે છે.

આ ઘટના ક્યાંની છે તેના વિશે કોઈ જાણ કરી નથી પરંતુ વાયરલ થઈ રહેલો આ વીડિયો દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર રીતે શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે અને તેનેહજારો લાઈક્સ મળી ચૂક્યા છે. આ સાથે સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ અંગે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘હે ભગવાન! સદનસીબે કાર ચાલક કારની અંદર ન હતો.’

Niraj Patel