ખબર

દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને નડ્યો અક્સ્માત, 3 લોકોનું ઘટના સ્થળે અને એક યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ

દ્વારિકાધીશના દર્શન કરીને ખુશી ખુશી ઘરે જઈ રહ્યો હતો પરિવાર, કોને ખબર હતી કે આગળ મોત ઉભું છે !!! ક્ષણ ભરની ચુક અને પરિવાર વિખેરાયો !!

દ્વારકાધીશના દર્શન કરીને પોતાના વતન મહેસાણા પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે જેમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મૃત્યુ થયા અને એક યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે જ મહેસાણાનો પરિવાર પોતાની અલ્ટો કાર લઈને દ્વારિકાધીશના દર્શન કરી અને મહેસાણા પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન જ દ્વારકા જિલ્લાના ધ્રેવાડ નજીક એક ટ્રક દ્વારા કારને અડફેટે લેતા જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ ગમખ્વાર અકસ્માતની અંદર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, જયારે એક યુવતી ગંભીર રીતે ઘાયલ થતા તેને દ્વારકા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

પોલીસ પણ આ ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે દ્વારિકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ પરિવાર મહેસાણાનો હોવાનું સામે આવ્યું હતું.

Photo Credit: દિવ્યભાસ્કર