લોહી વડે ડિમ્પલનો સેંથો પૂરીને વિક્રમ બત્રાએ યુધ્ધ પછી લગ્ન માટે વચન આપેલું! કેપ્ટન વિક્રમ બત્રાની કરૂણ પ્રેમકહાની

0

પાકિસ્તાની સેના ચૂપચાપ છેક કાશ્મીરની અંદર સુધી ઘૂસી આવેલ અને એ પછી ભારતીય સેનાએ એને ખદેડવા માટે ખેલેલો મરણિયો જંગ એટલે કે કારગિલનું યુધ્ધ ભારતીયો ગૌરવ અને બોધપાઠની નજરે ક્યારેય ભૂલવાના નથી

Image Source

અને આ યુધ્ધ સાથે જોડાયેલું સૌથી ચર્ચિત નામ પણ એ સાથે હંમેશા યાદ રહેવાનું છે. એ નામ એટલે, કારગિલ યુધ્ધના હિરો : કેપ્ટન વિક્રમ બત્રા!

Image Source

વિક્રમ બત્રાની રણકહાની જેવી રોમાંચક છે, એમની પ્રેમકહાની પણ એટલી જ રોચક અને અણધાર્યો અંત લાવી દેતી કરૂણ છે. અહીં વાંચો આખી આ રસપ્રદ વાત :

Image Source

કોલેજના પ્રાંગણમાં પાંગરેલો પ્રેમ —

મૂળે તો વિક્રમ બત્રાનો જન્મ હિમાચલ પ્રદેશનાં પાલમપુરમાં થયેલો. તેમણે ગ્રેજ્યુએશન પંજાબની ચંદીગઢ યુનિવર્સિટીમાંથી કરેલું. આ જ સમયે ડિમ્પલ સાથે તેમની ઓળખાણ થઈ હતી. એ પછી બંને વચ્ચે સ્નેહ પાંગર્યો.

Image Source

પણ આ સબંધોમાં સદાય નિકટ રહેવાનું નહોતું. અહીં તો જૂદાઈ જ હતી! ડિમ્પલ અને વિક્રમની પછી મુલાકાતો થતી નહી. બહુ ઓછી વાર એવું બનતું જ્યારે તેઓ એકબીજાને મળતાં. વિક્રમ બત્રાએ ઇન્ડીયન મિલિટરી અકાદમી જોઇન કરી અને બે વર્ષમાં તો યોધ્ધાના રૂપમાં બહાર આવ્યા! અને એ અરસામાં જ કારગિલનું યુધ્ધ ફાટી નીકળ્યું. વિક્રમ બત્રાને પોતાની ટૂકડી લઈને કાશ્મીર પહોંચવાનો ઓર્ડર મળ્યો.

લોહી વડે ડિમ્પલનો સેંથો પૂર્યો! —

Image Source

એ પ્રસંગ જણાવતા ડિમ્પલ આજે પણ ભાવવિભોર બની જાય છે : એક વખત વિક્રમ અને ડિમ્પલ બંને બેઠા હતાં. એવામાં ડિમ્પલે પોતાનાં લગ્ન વિશે પૂછ્યું. તો વિક્રમે એ જ વખતે બ્લેડથી પોતાની આંગળીમાં ચીરો પાડી, નીકળેલા લોહીથી ડિમ્પલનો સેંથો પૂરી દીધો! જો કે, કારગિલનાં યુધ્ધ પછી ડિમ્પલ અને વિક્રમનાં લગ્ન પણ બહુ ટૂંક સમયમાં થવાના હતાં.

રેડિયો પર કહેલું વાક્ય આખા દેશને જબકાવી ગયું —

કારગિલના યુધ્ધમાં જ વિક્રમ બત્રાને અમુક પરાક્રમોને લઈને લેફ્ટનન્ટમાંથી ‘કેપ્ટન’ની પદવી મળી હતી. એક દિવસ ઓર્ડર છૂટ્યો કે, શ્રીનગર-લેહ માર્ગ પર આવેલ પોઇન્ટ ૫૧૪૦ પાકિસ્તાની ફોજના કબજામાં આવી ચૂક્યો છે. દુશ્મનોને ત્યાંથી ખદેડી મૂકો!
અત્યંત દુર્ગમ ઇલાકામાં તીણી ઊંચાઈ પર પોઇન્ટ ૫૧૪૦ની ચોકી આવેલી હતી. એના પર પાકિસ્તાનની હકુમત હરગિઝ પરવડે એમ નહોતી. કેપ્ટન વિક્રમ બત્રાએ અસાધારણ પરાક્રમ દાખવી રાત્રે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાનીઓને આ ભગાડીને પોઇન્ટ ૫૧૪૦ પર તિરંગો લહેરાવી દીધો! આ બેનમૂન વિરતાનું ઉદાહરણ હતું. આ શિખર કબજે કરીને જ કેપ્ટન વિક્રમ બત્રાએ રેડિયો પર ‘યે દિલ માંગે મોર!’ વાક્ય કહ્યું હતું. એના પછી તો સ્લોગન આખા ભારતમાં ફેમસ થઈ ગયું. જ્યાં જુઓ ત્યાં બસ આ જ સ્લોગન ચાલતું.

Image Source

હું પાછો જરૂર આવીશ! —

વિક્રમ બત્રા અને એમની ટીમની અસાધારણ સફળતા બાદ વધુ એક મિશન તેમને પાર પાડવાનું થયું. એ હતું, પોઇન્ટ ૪૮૭૫ પર તિરંગો લહેરાવવાનું. અહીં પણ પાકિસ્તાનીઓ અડીંગો જમાવીને બેઠા હતા. રણનીતિ પ્રમાણે આ શિખર ભારત માટે બહુ મહત્ત્વનું હતું. વિક્રમ બત્રાની ટૂકડીએ પાકિસ્તાની ફોજ પર આક્રમણ કર્યું. તુમૂલ યુધ્ધ થયું. અનેક પાકિસ્તાનીઓની લાશો ઢાળી દેવામાં આવી.

Image Source

એવામાં લેફ્ટનન્ટ નવીન પાસે એક જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, લેફ્ટનન્ટના બંને પગ જાણે ખવાઈ ગયા! વિક્રમ બત્રાએ પોતાના જૂનિયર ઓફિસરની આ દશા જોઈ. તેમને આડશમાં ખસેડવાની તાતી જરૂર હતી, નહીઁતર હમણા દુશ્મનોની ગોળીઓ તેમના દેહની ચાસણી કરી નાખશે! સામેથી થતા ધાણીફૂટ ગોળીબારની પરવા કર્યા વગર કેપ્ટન વિક્રમ બત્રા લેફ્ટનન્ટ નવીનને ખેંચીને લઈ જવા લાગ્યા. પણ એ ગોઝારી પળ આવી ચડી કે જ્યારે બંદૂકની એક ગોળી કેપ્ટનની છાતી સોંસરવી પસાર થઈ ગઈ અને એક નરવાહન ધરતી પર ઢળી પડ્યો!

Image Source

એ દિવસ હતો ૭ જુલાઈ, ૧૯૯૯નો. વિક્રમ બત્રાના પરાક્રમને ભારત કોઈ દિવસ વિસરે તેમ નથી. તેમણે કહ્યું હતું, “કાં તો હું વિજય મેળવીને પાછો આવીશ કાં તો તિરંગામાં લપેટાઈને પાછો ફરીશ. પણ પાછો જરૂર આવીશ!” આખરે તિરંગામાં લપેટાઇને ભારતભૂમિની લાજ રાખીને એ મર્દ ખરેખર પાછો આવ્યો.

ડિમ્પલનો આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય —

એક વખત તય થયેલું કે, કારગિલનું યુધ્ધમાંથી પરત ફર્યા બાદ ટૂંક સમયમાં ડિમ્પલ અને વિક્રમ બત્રા લગ્નગ્રંથિથી જોડાશે. પણ વિધાત્રીને એ ક્યાં મંજૂર હતું? વિક્રમ બત્રાની જરૂર લગ્નના મંડપે ઓછી, મોતના માંડવે વધારે હતી. ડિમ્પલે પણ કેપ્ટન બત્રાને પ્રેમ કર્યો હતો. એમણે એ પછી જીવનભર કુંવારા રહેવાનો નિર્ણય લીધો.

પરમવીર ચક્ર સ્વીકારતા પિતાનાં મુખ પર હતું તેજ —

સ્વાભાવિક રીતે બાપના જીવતા જુવાનજોધ દીકરો ગૂજરી જાય તો એ બાપ માટે જીવવું દુષ્કર બની જાય. વિક્રમ બત્રાના પિતા સાથે પણ એવું બન્યું હશે. પણ જ્યારે રાષ્ટ્રપતિ કે.આર.નારાયણના હસ્તે તેમણે વિક્રમ બત્રાને મરણોત્તર અપાયેલો વિરતાનો સર્વોચ્ચ પુરસ્કાર પરમવીર ચક્ર સ્વીકાર્યો ત્યારે તેમનાં મુખ પર અનોખું તેજ હતું. પોતાના દીકરાએ રાષ્ટ્રનું ગૌરવ અખંડિત રાખવાને બલિદાન આપ્યું હતું એનું ગૌરવ હતું એ બાપના વદન પર!

લાખ સલામ કેપ્ટન સા’બને!

[ આર્ટિકલ સારો લાગે તો આપના મિત્રો સાથે પણ લીંક શેર કરજો, ધન્યવાદ! ]

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here