આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા કેપ્ટન, મળ્યો હતો ફીલ્ડ મેજરનો દર્જો- હતા શાનદાર હોકી ખેલાડી
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં ભારતીય સેનાના 48 રાષ્ટ્રીય રાઈફલ્સ કેપ્ટન દીપક સિંહ શહીદ થઇ ગયા. ભારતીય સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. સૈન્ય અધિકારી હોવા ઉપરાંત તેઓ એક ઉત્તમ હોકી ખેલાડી પણ હતા. શહીદ કેપ્ટન દીપક સિંહ, કાઉન્ટર ઈંસર્જેંલી 48 રાષ્ટ્રીય રાઈફલ્સમાં સિગ્નલ ઓફિસર તરીકે તૈનાત હતા. તે ક્વિક રિએક્શન ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા જે ડોડાના અસ્સરમાં છુપાયેલા આતંકવાદીઓને શોધી રહી હતી.
આ સમય દરમિયાન, તે આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થઇ ગયા. તેમણે પોતાની ટીમનું નેતૃત્વ કરતાં યુદ્ધના મેદાનમાં શહીદ થતા પહેલા આતંકવાદીને મારી નાખ્યો. રાષ્ટ્રીય રાઈફલ્સમાં કેપ્ટન રહેવાની સાથે સાથે તેઓ હોકીના તેજસ્વી ખેલાડી પણ રહી ચૂક્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અથડામણમાં 4 આતંકીઓ પણ ઠાર કરાયા હોવાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ સેના અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટર સ્થળ પરથી 4 લોહીથી લથપથ બેગ મળી આવી છે, જે દર્શાવે છે કે જૈશના 4 આતંકીઓનું જૂથ ગંભીર રીતે ઘાયલ છે. જ્યાં સુધી મૃતદેહો ના મળે ત્યાં સુધી તેમના મર્યાની પુષ્ટિ કરવી મુશ્કેલ છે. સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ડોડા જિલ્લામાં છેલ્લા મહિને સેના અને આતંકિઓ સાથે અથડામણ થઇ હતી. આતંકવાદીઓ સાથે એનકાઉન્ટરમાં ગંભીર રૂપથી ઘાયલ થયેલ એક અધિકારી સહિત 5 જવાનોનું સારવાર દરમિયાન હોસ્પિલમાં મોત થઇ ગયુ હતુ.