પાડોસીની છોકરી જોડે કર્યું લફરું અને 10 વર્ષથી સતત….જાણો સમગ્ર ઘટના
ન્યુઝીલેન્ડ યાત્રા પર ગયેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમની સમસ્યાઓ બંધ થવાની નામ જ નથી લઈ રહી. કોરોના સંક્રમણની ઝપેટમાં આવેલા પાકિસ્તાની ટિમના કપ્તાન બાબર આજમ વિવાદોમાં ઘેરાઈ ગયા છે. આજમ પર એક મહિલાએ યૌન શોષણ અને ધોખેબાજીનો આરોપ લગાવ્યો છે.

પાકિસ્તાનની ચેનલ પર પ્રસારિત થયેલી પ્રેસ કોન્ફ્રેંસમાં એક મહિલાએ દાવો કર્યો છે કે બાબરે 10 વર્ષ સુધી તેનું યૌન શોષણ કર્યું અને તેને ગર્ભવતી પણ બનાવી દીધી હતી. મહિલાએ કહ્યું કે બાબરે તેની સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું.

મહિલાએ કહ્યું કે,”અમારા બંન્નેના સંબંધ ત્યારથી હતા જયારે આજમ ક્રિકેટર ન હતા અને અમે એક સાથે સ્કૂલમાં ભણતા હતા. 2010 માં તેણે મને પ્રપોઝ કર્યું હતું અને મેં તેનો સ્વીકાર કર્યો હતો. ઘરના લોકેએ લગ્નની ના પાડતા અમે 2011 માં ઘરેથી ભાગી ગયા અને ભાડાના મકાનમાં રહેતા હતા અને કહ્યું હતું કે આપણે કોર્ટ મેરેજ કરી લેશું. પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ તે લગ્નની વાત ટાળતા ગયા હતા”.

મહિલાએ આરોપમાં કહ્યું કે,”તેણે મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું, મને ગર્ભવતી બનાવી, મારી સાથે મારપીટ કરી, મને ધમકી આપી અને મારો ઉપયોગ કર્યો”.

હાલ આ બાબતમાં પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી, બાબર સહિત પુરી પાકિસ્તાની ટિમ હાલ ન્યુઝીલેન્ડ યાત્રા પર 14 દિવસના ક્વૉરૅન્ટિનમાં છે.