ખબર

કાશ્મીરમાં આતંક્વાદીઓ સાથે થયેલા અથડામણમાં બિહારના જવાન શહીદ, બહેનના લગ્નમાં આવવાનો હતો ઘરે

દેશની રક્ષા કરવા માટે સૈનિક પોતાના જીવ પણ કુરબાન કરી દે છે. દેશની સરહદ ઉપર આંતકવાદીઓ સાથે દેશની રક્ષા કરવા માટે ઘણા શહીદોએ કુરબાની આપી છે. ત્યારે હાલમાં મળતી એક ખબર પ્રમાણે જમ્મુ કાશ્મીરના કૂપવાડામાં આંતકવાદીઓ સાથે થયેલી અથડામણમાં બિહારના મેઘપુરા જિલ્લાના જાગીર ગામના નિવાસી કપ્તાન આશુતોષ કુમાર શહીદ થયા છે. જેના માટે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે દુઃખ વ્યક્ત કર્યું છે.

Image Source

શહિદ કપ્તાન આશુતોષ કુમાર તેમના માતા-પિતાનો એક માત્ર પુત્ર હતો. બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. કપ્તાન આશુતોષની મોટી બહેનના પ્રીતિના લગ્ન થઇ ચુક્યા હતા. જયારે નાની બહેન અંશુ કુમારીના લગ્ન થવાના હતા. જે લગ્ન માટે આશુતોષ થોડા જ સમયમાં ઘરે પણ આવવાનો હતો. પરંતુ એ પહેલા જ આતંકવાદીઓ સાથેની અથામણમાં દેશની રક્ષા કરવા માટે આશુતોષે પોતાનો જીવ ન્યોછાવર કરી દીધો છે.

Image Source

આશુતોષનું સૈન્યમાં જોડાવવાનું સપનું હતું, પરંતુ પરિવારમાં એકમાત્ર સંતાન હોવાના કારણે તેના પરિવારજનો દીકરો સૈન્યમાં ભરતી ના થાય તેમ ઇચ્છતા હતા. પરંતુ પોતાની જીદ્દ અને આર્મીમાં જોડાવવાની તીવ્ર ઈચ્છાના કારણે આશુતોષ ઘરે બળવો કરીને પણ સૈન્યમાં જોડાવવા માટે ગયો અને આજે તેની શહાદત ઉપર આખો દેશ તેને વંદન કરી રહ્યો છે.

Image Source

કપ્તાન આશુતોષે સૈનિક સ્કૂલ ભુવનેશ્વર 2012માં મેટ્રિક અને 2014માં ઇન્ટર સારા માર્ક્સ સાથે પાસ કર્યું. 2014માં દહેરાદુન સ્થિત નેશનલ ડિફેન્સ એકેડમી (એનડીએ) માટે તેની પસંદગી કરવામાં આવી. ત્યારબાદ 2017માં મદ્રાસ રેજીમેંન્ટમાં તેને પહેલી પોસ્ટિંગ મળી.

Image Source

આશુતોષના પિતાએ જણાવ્યું કે તેમની કપ્તાન આશુતોષ સાથે છલ્લે વાત 7 નવેમ્બરના રોજ રાત્રે 10 વાગે થઇ હતી. જેમાં આશુતોષે જણાવ્યું હતું કે દિવાળીની અંદર તે ઘરે આવી રહ્યો છે. આ વખતે પોતાની રજાઓમાં તે નાની બહેનના લગ્ન કરી અને પરત ફરશે. તેમને એમ પણ જણાવ્યું કે રવિવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ મારા મોબાઈલ ઉપર આર્મી અધિકારી દ્વારા જણકારી મળી કે તમારો દીકરો કપ્તાન આશુતોષ કુમાર જમ્મુ કાશ્મીરના કુપવાડામાં થયેલી આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયો છે.

આ દેશ શહીદ કપ્તાન આશુતોષના બલિદાનને ક્યારેય નહીં ભૂલે !! હંમેશા તમારા બલિદાનને હૈયે વસાવીને રાખીશું !! જય હિન્દ !! જય જવાન !!