દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટના નવા બનેલા એરપોર્ટ પર ધડામ દઈને તૂટી પડ્યો શેડ, લોકોમાં મચી ગયો ફફડાટ, જુઓ વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

એક વર્ષ પહેલા જ PM મોદીએ કર્યું હતું રાજકોટના હિરાસર એરપોર્ટનું ઉદઘાટન, પહેલા વરસાદમાં જ તૂટી પડી કેનોપી, નબળા બાંધકામની ખુલી પોલ, જુઓ વીડિયો

Canopy collapses at Rajkot Airport : ગુજરાત સમેત હાલ દેશભરમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને ચોમાસામાં ઘણી બધી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે, ગતરોજ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શેડ તૂટી જવાની ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હતા અને એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું, ત્યારે હવે દિલ્હી જેવી જ ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં પણ એક શેડ તૂટી પડ્યો હતો, આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ચોમાસાની શરૂઆતમાં જ રાજકોટના હિરસાર એરપોર્ટ પર નબળા બાંધકામની પોલ ખુલ્લી પડી ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. એરપોર્ટ પર પવન અને ધોધમાર વરસાદ વરસતા જ પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી ધડામ દઈને તૂટી પડી હતી. જો કે સદનસીબે નીચે કોઈ પેસેન્જર ના હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને લઈને આસપાસ રહેલા લોકોમાં પણ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

આ મામલે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બહોરાએ એક મીડિયા ચેનલને જણાવ્યું કે, ટેમ્પરરી ટર્મિનલની બહાર વરસાદના કારણે પાણી ભરાવાથી કેનોપી તૂટી પડી હતી. જોકે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. PM મોદીએ 27 જુલાઈ 2023ના રોજ પોતાના ડ્રિમ પ્રોજેક્ટ એવા હીરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે ફક્ત એક જ વર્ષમાં આ રીતે કેનોપી તૂટી જવાની ઘટનાથી નબળા બાંધકામની પોલ ખુલ્લી પડી છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel