એશ્વર્યા સાથે કાન્સથી પરત આવતા જ અભિષેક બચ્ચનને મળ્યા ખરાબ સમાચાર, આ નજીકના વ્યક્તિના મોતથી તૂટી ગયો અભિનેતા

બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચને તાજેતરમાં જ પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022માં હાજરી આપી હતી. તે હાલમાં જ મુંબઈ પરિવાર સાથે પરત ફર્યો હતો. પરંતુ પરત આવતાની સાથે જ તેને ખરાબ સમાચાર મળ્યા, જેના કારણે તે તૂટી ગયો. હવે તેનું દર્દ સોશિયલ મીડિયા પર તેણે શેર કર્યુ છે. અભિષેક બચ્ચનના એક નજીકના વ્યક્તિનું નિધન થયુ છે. આ વ્યક્તિ અભિષેક સાથે બાળપણથી જ હતો અને અમિતાભ બચ્ચન સાથે પણ તેનો જૂનો સંબંધ હતો.

અભિષેક બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર આ નજીકના વ્યક્તિ માટે એક લાંબી નોટ લખી છે. આ નજીકનો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સ્ટાઇલિશ અકબર શાહપુરવાલા હતો. તે અમિતાભ બચ્ચન માટે સૂટ પણ સીવતો હતો અને વર્ષોથી બચ્ચન પરિવાર માટે કામ કરતો હતો. તેણે બાળપણમાં અભિષેક માટે પહેલો સૂટ ટાંક્યો હતો. અભિષેકે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘ખૂબ જ દુઃખદ સમાચાર પર ઘરે પરત ફર્યો. ફિલ્મ જગતના દિગ્ગજ અકબર શાહપુરવાલાનું નિધન થયું છે. હું તેને અક્કી અંકલના નામથી ઓળખતો હતો.

જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તેમણે મારા પિતાના કોસ્ટયૂમ અને મોટાભાગના સૂટ સિલાઇ કર્યા હતા. જ્યારે હું નાનો હતો, ત્યારે મારો પહેલો સૂટ પણ તેમણે જ સિલાઇ કરી આપ્યો હતો, જે મેં રેફ્યુજીના પ્રીમિયરમાં પહેર્યો હતો. જો તમારા કોસ્ટયૂમ અને સૂટ Kachins અને Gabana એ બનાવ્યા હોતા તો તમે પણ સ્ટાર બનીને ઉભરતા. આ જ તેમનો પ્રભાવ અને પ્રતિષ્ઠા હતી. અભિષેકે આગળ લખ્યુ, જો એ તમારા સૂટ પર્સનલી કટ કરતા હતા તો તે તમને ખૂબ પ્રેમ કરતા.તેમણે મને હંમેશા કહ્યુ કે સૂટ કાપવો એ માત્ર સિલાઇ નથી, આ એક ભાવના છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan)

જ્યારે તમે મારો સૂટ પહેરો છો, ત્યારે દરેક ટાંકા પ્રેમથી બને છે અને હું ધન્ય છું. મારા માટે તે વિશ્વના શ્રેષ્ઠ સૂટ મેકર હતા. અક્કી અંકલ, તમે મારા માટે જે સૂટ બનાવ્યો છે, તે જ હું આજે રાત્રે પહેરીશ. હું તેને પહેરીને ધન્યતા અનુભવીશ. તમારી આત્માને શાંતિ મળે.’ અભિષેકે શેર કરેલા ફોટામાં સૂટ પર અકબર લખેલું છે. બોલિવૂડની જાણીતી હસ્તીઓએ અભિષેકની પોસ્ટ પર કોમેન્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. કરણ જોહર, મનીષ મલ્હોત્રા અને બોબી દેઓલ સહિત અનેક સેલેબ્સે અકબરની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

Shah Jina