ભારતીય લોકો કાચી કેરીના દીવાના હોય છે. તેના સ્વાદની એક અલગ જ મજા છે. પણ જો તેમાં મસાલો ભળી જાય તો તેના સ્વાદમાં અનેક ગણો વધારો થઇ જાય છે.જરાક વિચારો, આ જ સ્વાદને કોઈ કેન્ડીના રૂપમાં તમારી સામે હાજર કરવામાં આવે તો? એવો જ સવાલ ‘DS Group’ ના મનમા પણ આવ્યો અને તેનો જવાબ શોધીને લાવ્યા ‘પલ્સ કેન્ડી’ ના રૂપમાં. એક એવી કેન્ડી જેમણે ભારતના બજારમાં ધૂમ મચાવી દીધી. એક અદ્દભુત અને અવિશ્વસનીય પ્રદર્શન કરનારી ભારતની પહેલી કેન્ડીના રૂપમાં સ્થાપિત થઇ ગઈ. આ કેન્ડીની કહાની પણ ખુબ જ દિલચસ્પ છે. તેને બનાવાથી લઈને બજારમાં આવવા અને પછી લોકોના પ્રતિભાવ આપવાની બેમિસાલ કહાની. આજે અમે તમારા માટે તમારી પ્રિય કેન્ડી પલ્સની કહાની લઈને આવ્યા છીએ.
એક અલગ જ કેન્ડી લાવવાનો પ્લાન:
વર્ષ 1929 માં બનેલી ‘DS Group’ નામની કંપનીએ એક એવી કેન્ડીનો આઈડિયા વિચાર્યો, જે બજારમાં આવતા જ દરેકને પોતાના સ્વાદથી દીવાના બનાવી દે. તેના માટે કંપનીએ ઊંડું રિસર્ચ કર્યુ, જેમાં એક વાત નીકળીને સામે આવી કે ભારતના લોકો કેરી અને કાચી કેરીથી બનેલી વસ્તુઓને વધારે પસંદ કરે છે. આ સિવાય એ વાત પણ જાણવા મળી કે કેરી માંથી બનેલી કેન્ડીનું બજાર પુરા કેન્ડી બજારનું 50 ટકા છે. આ તે જ વાત હતી, જેણે કંપનીને એક નવી અને અનોખી કેન્ડી બનવાનો આઈડિયા આપ્યો.
કંપનીએ પ્રયોગ કરવા વિશે વિચાર્યુ:
કંપનીએ તેના પછી નવા પ્રયોગ પર વિચાર કર્યો.તેની પાછળ એ કારણ હતું કે ભારતવાસીઓ કાચી કેરી પર મસાલો છાંટીને તેને ખુબ શોખથી ખાય છે, તો કંપનીએ પણ એવું કરવાનું વિચાર્યુ અને કાચી કેરીના સ્વાદની વચ્ચે એક નમકીક પાઉડર નાખ્યો.ભારતના કેન્ડી બજારમાં આ એક અલગ જ પ્રયોગ હતો.
કંપનીનો પ્રયોગ સફળ રહ્યો:
વર્ષ 2015 માં બજારમાં આવતા જ આ કેન્ડીએ પોતાના અલગ અને અનોખા સ્વાદને લીધે લોકોના દિલોમાં એક ખાસ ઓળખ બનાવી લીધી. શહેર હોય કે ગામ દરેક જગ્યાએ માત્ર પલ્સની જ વાતો થાતી હતી.
પ્રચાર વગર જ બજારમાં લાવ્યા:
કંપનીએ આ કેન્ડીને કોઈપણ જાતના પ્રચાર કે પ્રમોશન વગર જ બજારમાં ઉતારી લીધી હતી. તેની પાછળ કંપનીનું એવું માનવું હતું કે લોકો બ્રાન્ડને લીધે નહીં પણ તેની ખાસિયતથી ઓળખે અને પસંદ કરે. કંપનીની આવી માન્યતા ચાલી નીકળી અને તેના ગ્રાહકોએ જ તેનું પ્રમોશન કરવાનું શરૂ કરી દીધું. પહેલી વાર તેને માત્ર એક જ સ્વાદમાં લાવવામાં આવ્યા, કાચી કેરીનો સ્વાદ.
લીલા રંગના રેપરમાં કરી લોન્ચ:
કેન્ડીને અલગ દેખાડવા માટે અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે તેની પેકીંગ પર પણ ખુબ ધ્યાન આપવામાં આવ્યું હતું. તેને લીલા રંગના પેકેટમાં લોન્ચ કરવામાં આવી. કંપનીનો આ આઈડીયો પણ કામ કરી ગયો. શહેર-ગામમાં તેની ડિમાન્ડ અચાનક જ વધવા લાગી. જે પહેલા 2 થી 4 રૂપિયાની કેન્ડી ખરીદતા હતા, તેઓ અચાનક 10 થી 20 રૂપિયા અને કોઈ કોઈ તો 50-50 રૂપિયાની કેન્ડી ખરીદવા લાગ્યા.
View this post on Instagram
રાતો-રાત વધારવું પડ્યું ઉત્પાદન:
કેન્ડીએ એવું કમાલ કર્યુ કે રાતો-રાત તેનું ઉત્પાદન મોટા પાયે વધારવું પડ્યું. દરેક વર્ગ અને પેઢીના લોકો તેને ખાવા લાગ્યા. તેના પછી પલ્સ કેન્ડી ઇન્ડિયાની પલ્સ બની ગઈ.’DS Group’ ની જગ્યાએ કોઈ બીજી કંપની હોત તો કદાચ આ વધતી માંગને પૂરું કરવામાં સફળ થઇ શકી ના હોત.
View this post on Instagram
When candies act as poker chips! #teenpatti #roadtrip #candyexplosion #pulsecandy
હિટ થાતા જ એનેક ફ્લેવરમાં લોન્ચ થઇ:
કંપનીએ તેના હીટ થવાનો ફાયદો ઉઠાવતા અનેક અન્ય સ્વાદમાં તેને લોન્ચ કરી.
1250 ટન ઉત્પાદન થાવા લાગ્યું:
વર્ષ 2016 માં કંપની મહિનાના લગભગ 1250 ટન પલ્સનું ઉત્પાદન કરવા લાગી હતી.
300 કરોડનો આંકડો કર્યો પાર:
એક વર્ષની અંદર જ 100 કરોડનો આંકડો પાર કરનારી કેંડીએ અમુક જ વર્ષોમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો.
નકલી કેન્ડીની બજાર થઇ ફ્લોપ:
જો કે બજારમાં ઘણી નકલી કેન્ડી પણ તેને મળતા નામની સાથે લોન્ચ થઇ. પણ પલ્સ વળી વાત બીજી અન્ય કેન્ડીમાં ક્યાં?
View this post on Instagram
Got fooled, again! 😠 #DamnYouPulse #chutiyabanaya #PassPassPulse #pulsecandy
બજારની નંબર વન કેન્ડી:
ઘણા વર્ષો સુધી પલ્સ ભારતીય બજારમાં નંબર વન કેન્ડી બની રહી પણ ‘Perfetti’, ‘Parle’, અને ‘ITC’ ની કેન્ડી ને લીધે તે પોતાનો નંબર વન યથાવત ન રાખી શક્યા પણ હવે DS Group નું એક જ લક્ષ્ય છે, આ ત્રણે કંપનીઓથી આગળ નીકળવું.
દરેકને પછાળવા માટે બનાવ્યો જબરદસ્ત પ્લાન:
કંપનીએ નવી પેઢીના ઓનલાઇન મીમ્સનું ફ્યુઝન કરવાનું વિચાર્યુ.
આવી રીતે બનીને તૈયાર થઇ અનોખી સામગ્રીઓ:
પ્રચારની દુનિયામાં ટેગ લાઈનનું ખુબ મહત્વ હોય છે. પલ્સને પણ એવું જ કંઈક મળી ગયું, ‘प्राण जाए पर पल्स न जाए’। આ એક લાઈને જબરદસ્ત જોર પકડ્યો અને તેના પછી તો નવી નવી જાહેરાતો બનતી ગઈ.
નીચે એવી જ અમુક જાહેરાતોના ઉદાહરણ આપવામાં આવ્યા છે.
1.અપરાધની જગ્યા પર સીમાને પાર ના કરો:
2.હજારો નહીં લાખો-કરોડો દીવાના છે.
3. અનેક લાગણીઓ:
4.કિતની કેન્ડી થી?”
5.પલ્સના ચટકાથી બચવું અશક્ય છે:
6.ભાઈ કોઈ ટૉફી નહિ પણ પલ્સ આપજો:
View this post on Instagram
7.’પ’ થી પલ્સ:
8. હવે મીઠું નહીં ચાલે:
9. ડોન્ટ અન્ડરએસ્ટીમેટ:
10.એક કેન્ડી खट्टा फुल कर गई चुल्ल…
View this post on Instagram
11. બાબા ‘રણ’ છોડ દાસના બોલ:
12. ભારતનો પોતાનો સુપરહીરો:
13. દિલવાલે દુલ્હનિયા નહિ પલ્સ લે જાયેંગે:
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.