‘દાઢી કરાવો, વોટ આપો’, ચૂંટણી જીતવા નેતાજી બન્યા વાળંદ, VIDEO થયો વાયરલ

નેતાજી બન્યા બાર્બર, ઇલેક્શન માટે વોટરોની બનાવવા લાગ્યા દાઢી…વીડિયો થયો વાયરલ

ચૂંટણી આવતાની સાથે જ ઉમેદવારો જનતાને રીઝવવા વિવિધ યુક્તિઓ અપનાવે છે. કેટલાક લોકો વાયદાઓ આપે છે જ્યારે કેટલાક વોટ મેળવવા એક દિવસ માટે બાર્બર એટલે કે વાળંદ પણ બનવા તૈયાર થઇ જતા હોય છે. જી હાં, તમે બિલકુલ બરાબર વાંચ્યુ. આવું તમિલનાડુના રામેશ્વરમમાં જોવા મળ્યું. જ્યાં એક ઉમેદવાર સલૂનમાં લોકોની દાઢી કરતા જોવા મળ્યા. ન્યૂઝ એજન્સી એએનઆઇએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં લોકસભા ચૂંટણી 2024માં ઉભા રહેલા એક ઉમેદવાર લોકોની દાઢી કરતા જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં ANIએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો જે બાદથી લોકો વચ્ચે ચર્ચા જાગી. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- ચૂંટણી પ્રચાર દરમિયાન તમિલનાડુના રામેશ્વરમથી અપક્ષ ઉમેદવાર પરિરાજન એક દિવસ માટે વાળંદ બન્યા છે. આ વીડિયોમાં પરિરાજન એક પુરુષની દાઢી પણ કરતા જોવા મળે છે. શેવિંગ બાદ પરીરાજન હાથ જોડીને તેમના માટે વોટ કરવાની વિનંતી કરે છે. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે અને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ મામલે પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, “તે ચૂંટણી સમયે જનતાનો સાચો સેવક બનવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ જીત્યા બાદ તે જોવા પણ નહીં મળે અને પોતાને શહેનશાહ સમજવા લાગશે.” અન્ય એક યુઝરે લખ્યું, “આ લોકો ચૂંટણી સુધી બધું જ કરશે, ચૂંટણી પછી – હમ આપકે હૈ કોન ?”જણાવી દઈએ કે તમિલનાડુમાં પહેલા તબક્કામાં એટલે કે 19મી એપ્રિલે ચૂંટણી છે. એક જ દિવસે રાજ્યની 39 બેઠકો પર એક સાથે મતદાન થશે. જ્યારે 4 જૂને પરિણામ જાહેર થશે. તમિલનાડુમાં 39માંથી 7 બેઠકો અનામત છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!