જીવનશૈલી હેલ્થ

કેન્સર શરીરમાં આવતા પહેલા આપે છે આ સંકેત, ભૂલથી પણ નજર અંદાઝ ન કરો… વાંચો માહિતી

રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનના રીપોર્ટ અનુસાર વર્ષ 2016 સુધીમાં લગભગ 16 લાખ 85 હજાર 210 અમેરિકન લોકોમાં કેન્સર થયેલ જોવા મળ્યું હતું. કહેવામાં આવે છે કે આપણા દેશમાં પણ રોજ બરોજ કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે. એક રીપોર્ટ અનુસાર 39.6 ટકા પુરુષો અને સ્ત્રીઓ પોતાના જીવન દરમિયાન કેન્સર તેમને થયું છે એવું જાણી શકે છે.

આમ તો ઘણા બધા પ્રકારના કેન્સર થતા હોય છે. ઘણા કિસ્સાઓમાં કેન્સર શરૂઆતમાં જ ખબર પડી જાય છે, જયારે ઘણા કિસ્સાઓમાં છેલ્લે સુધી તેમને કેન્સર થયું છે એવું દર્દીઓને નથી જાણ થતી અને છેક છેલ્લા તબક્કામાં કેન્સરની જાણ થતા ડોકટરો પણ દર્દીઓને બચાવી નથી શકતા. પરંતુ કેન્સર થતા સમયે કેટલાક ફેરફાર અને લક્ષણો શરીરમાં જોવા મળે છે, જેને નજર અંદાજ કરી દેવામાં આવે તો કેન્સર પણ થઇ શકે છે. આજે અમે તમને કેન્સરના થોડા સામાન્ય લક્ષણો જણાવીશું. તમારે રોજીંદા જીવનમાં થતા બદલાવ પર ધ્યાન આપવાનું છે.

Image Source

શરીરનો દુખાવો થવો કે નબળાઈ જેવું લાગવું:

વધારે કામ કરવાના કારણે કે પછી ખોટી રીતે બેસવાના કારણે શરીરમાં દુખાવો થવો સામાન્ય વાત છે પણ જો તમને સતત પીઠમાં દુખાવો થતો હોય તો તે કોલોરેકટલ કે પછી પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણ હોઈ શકે છે. આના સિવાય કમરની આસપાસ માંસપેશીઓમાં દુખાવો થતો હોય છે. વગર કામ કરીએ જો તમે વધુ થાક લાગવો તો આ પણ કેન્સર થવાનું એક શરૂઆતનું કારણ હોઈ શકે છે.

વજન ઓછું થવું:

જો કોઈપણ કારણ વગર તમારું વજન સતત ઘટી રહ્યું હોય તો આ એક કેન્સર થવાના લક્ષણ હોઈ શકે છે. ઓછી ભૂખ લાગવી, ખાવાનું સારી રીતે ન ખાઈ શકવું એ પણ આનું એક લક્ષણ હોઈ શકે. જો કોઈ કારણ વગર તમારું ચારથી પાંચ કિલો વજન ઘટી જાય તો આ પણ કેન્સર થવાનું પ્રાથમિક લક્ષણ હોઈ શકે છે.

Image Source

આંતરડામાં તકલીફ:

આમ જોવા જઈએ તો આતરડામાં તકલીફ બહુ સામાન્ય વાત છે પણ જો આતરડામાં સતત સમસ્યા રહે તો તે કોલેન અથવા કોલોરેક્ટલ કેન્સરની શરૂઆતના લક્ષણ હોઈ શકે છે. ડાયરિયા અને અપચાની સમસ્યા એ આના લક્ષણ હોઈ શકે છે. આના કારણે પેટમાં ગેસ અને પેટના દુખાવાની તકલીફ થઇ શકે છે.

લોહી વહેવું:

સતત લોહીનું વહેવું એ પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. જો કેન્સર થવાની સંભાવના હોય તો મળદ્વારમાંથી સતત લોહી નીકળતું રહે છે. આ લક્ષણ પણ કોલેન કેન્સરનું એક લક્ષણ છે. આની સાથે જયારે પેશાબ કે મળત્યાગ કરો ત્યારે બહુ જ દુખાવો પણ થતો હોય અને પેશાબમાં પણ લોહી આવતું હોય તો તેને પ્રોસ્ટેટનું કેન્સર અથવા ડીમ્બગ્રંથીનું કેન્સરના લક્ષણ માનવામાં આવે છે. જો કોઈ મહિલાને માસિક ચક્ર પૂર્ણ થયા પછી પણ રક્તસ્ત્રાવ રોકાય નહિ તો આના માટે પણ મહિલાઓએ પોતાનું ધ્યાન રાખવાની જરૂરત છે.

Image Source

છાતીમાં બળતરા અને અપચો:

છાતીમાં બળતરા થવી અને અપચો આ બંને સમસ્યા આમ તો સામાન્ય જ છે. પણ જયારે તમે વધારે ખાવાનું કે પછી મસાલેદાર ખાવાનું આરોગો છો ત્યારે આવું થતું જ હોય છે. પણ જયારે સતત આવું થાય તો આ લક્ષણ એ ચિંતાનું કારણ બની શકે છે.

રાત્રે પરસેવો થવો:

જો રાત્રે સુતા સમયે પરસેવો વધારે માત્રામાં થાય છે. તો આ કોઈ દવાનું શરીરમાં રિએકશન કે પછી શરીરમાં કોઈ ઇન્ફેકશન હોઈ શકે. જો આ સમસ્યા થોડા અઠવાડિયા સુધી રહે અને પરસેવો થવો બંધ ના થાય તો એકવાર ડોક્ટરની મુલાકાત અવશ્ય લેજો.

સતત ઉધરસ આવવી:

કોલ્ડ ફ્લ્યુ સિવાય ધુમ્રપાન કરવાવાળા લોકોને ઉધરસ આવતી હોય છે. પણ વગર કારણ તમને ઉધરસ આવે તો લંગ કેન્સરના શરૂઆતી લક્ષણ હોઈ શકે છે. પણ જો તમને ઉધરસમાં લોહી પણ આવતું હોય તો તરત ડોક્ટરની મુલાકાત લેજો. ગળામાં તકલીફ થાય ત્યારે, ખાવાનું ગળેથી નીચે ઉતારો ત્યારે તકલીફ થાય તો ડોક્ટરનો સંપર્ક જરૂર કરો.

બચવા માટે કારેલા ખાઓ:

ફળ, શાકભાજી, અનાજ આપણી માટે સંતુલિત ખોરાક છે. જરૂરી વિટામિન્સ અને મિનરલ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. પણ તમને નવાઈ લાગશે કે આ બધામાં એક વસ્તુ એવી છે જે કેન્સરને માત આપી શકે છે. એ વસ્તુ છે કારેલા. કારેલા ખાવામાં ભલે કડવા લાગે પણ તેના ફાયદા અનેક છે. જો તમે ભોજનમાં કારેલાનો ઉપયોગ કરો છો તો તે કેન્સરના ઈલાજ માટે સારા રહેશે.

રોજ એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવાથી કેન્સર પેદા કરવાવાળી કોશિકાઓ નાશ પામે છે. અગ્નાશયનું કેન્સર મટાડવા માટે 72થી 90 ટકા સુધી સકારાત્મક પરિણામ મળે છે. આનાથી બનેલ જ્યુસ કેન્સર કોશિકાઓને આપણા શરીરમાંથી દુર કરવામાં મદદરૂપ થાય છે.

Image Source

ઉંદર પર કરવામાં આવેલ રીસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે કરેલાના સેવનથી ઉંદરમાં 64 ટકા ટ્યુમર ઓછું થઇ ગયું જે કેન્સરના ઉપાયમાં કિમોથેરાપીથી પણ વધુ અસરકારક છે. ચિકિત્સા જગતમાં આ શોધને કેન્સરની કોશિકાઓને નાશ કરવા માટે માનવામાં આવી છે, આ એક મહત્વપૂર્ણ માહિતી છે.

આટલું જ નહિ કારેલાના સેવનથી બીજા ઘણા બધા ફાયદા થાય છે. દમની બીમારીમાં મસાલા વગર વઘારેલું કરેલાનું શાક ખાવું જોઈએ. જે મિત્રોને પેટ સંબંધિત તકલીફ હોય જેવી કે ગેસ, અપચો આ બંને માટે પણ કારેલાનું જ્યુસ પીવું જોઈએ. કારેલાનું જ્યુસ દરરોજ પીવાથી પાચનશક્તિ વધે છે અને જેમને ભૂખ ના લાગવાની સમસ્યા હોય તેમને પણ ફાયદો થશે. ઉલટી અને ઝાડા જેવી તકલીફમાં કારેલાના રસમાં થોડું પાણી અને સંચળ ઉમેરીને પીવાથી તરત લાભ મળશે.