એક સમયે ફિલ્મોના હીરો પણ હાર માની છે પણ આજે જે હીરો વિશે વાત કરવાની છે એ રિયલ લાઈફ હીરો છે, જેને જીવનમાં આવેલી બધી જ મુસીબતોને ટક્કર આપી અને હાર ન માની. વાત છે દિલ્હીની રહેવાસી આંચલ શર્માની કે જે દિલ્હીના ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં રહેતા લગભગ 200 બાળકો માટે સુપરહીરોથી ઓછી નથી. આંચલ પોતાના કીમો થેરાપી શેસન બાદ રોજ ફૂડ પેકેટ્સ લઈને ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં પહોંચે છે અને ત્યાંના બાળકો પણ તેની રાહ જોઈ રહયા હોય છે, જેવી તે આ બાળકો પાસે પહોંચે છે કે બાળકો અને આંચલ બંને ખુશ થઇ જાય છે.

આંચલે બાળપણથી જ ભૂખમરો, ઘરેલુ હિંસા, લાખોની છેતરપિંડી, અને પોતાની નાની બહેનની હત્યા જેવા જીવનના કેટલાય ખરાબ અનુભવોમાંથી પસાર થઇ ચુકી હતી, પણ તેને ક્યારેય હિંમત ન હારી અને જયારે તેને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોવાની જાણ થઇ તો પણ તેને પોતાનું સાહસ ઓછું ન થવા દીધું. જીવનના કોઈ પણ દુઃખભર્યા અનુભવથી તે તૂટી નહીં અને તકલીફો ભર્યું જીવન અને કેન્સર હોવા છતાં તે રોજ લગભગ 100-200 વંચિત બાળકોને પોતાની બચતથી ખાવાનું ખવડાવે છે.

આંચલનો જન્મ નીચલા મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો, જેમાં પિતા રીક્ષા ચલાવતા હતા. તેના પિતાએ કેટલાક લોકોની વાતમાં આવીને પોતાની બધી જ બચત એક રોકાણમાં લગાવી દીધી અને એ પછી તેમને હતાશ થઈને દારૂનો સહારો લીધો. દારૂને કારણે તેમને આંચલની માતા સાથે દુર્વ્યવહાર કરવાનું શરુ કર્યું. આંચલ, તેનો ભાઈ અને એક બહેનની દુર્દશાનું વિચારીને તેની માતા એક કારખાનામાં મજૂરની નોકરી કરવા પર મજબૂર થઇ. આખો દિવસ મહેનત કરતા અને કામના કલાકો કરતા પણ વધુ કામ કરતા, પણ મજૂરોને નોકરીમાંથી કાઢવામાં આવ્યા જેમાંથી એક આંચલની માતા પણ હતી.

પહેલા ભલે ખાલી મરચું અને રોટલો ખાવાના પૈસા પણ હતા પણ હવે આ સ્થિતિમાં તેમની પાસે ખાવાના પૈસા પણ ન હતા, અને તેમને ભૂખ્યા રહેવાની સ્થિતિ આવી ગઈ હતી. એવામાં આંચલ અને તેમના ભાઈએ સ્કૂલ છોડવી પડી. તેના ભાઈએ મોટર ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરવાનું શરુ કર્યું અને આંચલે એક ટ્રેડિંગ ફર્મમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી શરુ કરી, જેમાં તેને મહિને 4000 રૂપિયા પગાર મળતો હતો. આંચલ પહેલેથી જ મહેનતુ અને હોશિયાર હોવાને કારણે સ્કૂલનું ભણતર ભલે પૂરું ન કર્યું પણ એ વાત તેને ક્યારેય નડી નહિ.
પોતાની મહેનત અને કાબિલિયતના કારણે તેને એક રિયલ એસ્ટેટ ફર્મમાં નોકરી મળી ગઈ, પણ એ દરમ્યાન તેની સાથે 2.5 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ ગઈ અને તેને તેના કમિશનના રૂપિયા પણ ન મળ્યા. એવામાં તેના ઘરમાં તણાવ વધી ગયો અને પૈસાનું સંકટ વધી ગયું. પણ આંચલે હિંમત હાર્યા વિના ફરીથી એક ફર્મમાં રિસેપ્શનીસ્ટની નોકરી શરુ કરી. આંચળને કામનો અનુભવ હોવાને કરૅ પછી તેને એ જ એજન્સીમાં બ્રોકરની નોકરી મળી ગઈ અને તે પોતાના પરિવાર માટે ફ્લેટ લેવા માટે સક્ષમ થઇ ગઈ.

દરમ્યાન તેને પોતાની નાની બહેનને તેની પસંદગીના છોકરા સાથે લગ્ન કરાવ્યા અને પાંચ મહિના બાદ સમાચાર છપાયા કે તેની બહેનની હત્યા થઇ ગઈ, જે તેના પતિએ જ કરી હતી. તેને પોતાની બહેનને ન્યાય અપાવ્યો અને બહેન દોષિતને આજીવન કેદની સજા અપાવી.
આ ઘટના પછી તેના પરિવારે તેના લગ્ન પણ કરાવી દીધા પણ તે લાંબો સમય ટક્યા નહિ. કારણ કે તેને પૈસા માટે શારીરિક અને માસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેને ત્રણ જ મહિનામાં પતિને છૂટાછેડા આપીને પોતાની કારકિર્દી પર ધ્યાન આપ્યું અને પોતાની રિયલ એસ્ટેટ ફર્મ શરુ કરી. માતાની માથાની બીમારી અને પિતાની ટીબીની બીમારી દરમ્યાન તેને જ તેમને સધિયારો આપ્યો હતો. દરમ્યાન તેનું ઘર નગરપાલિકાના આદેશથી તોડી પાડવામાં આવ્યું. આ બધા જ કપરા સમય દરમ્યાન તેને પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન ન આપ્યું અને તેની તબિયત લથડી. તેને 2017માં બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજની ખબર પડી. તેને દરેક દુઃખ સહન કરીને ફરી ઉભી થઇ અને એ કહે છે કે કિમોથેરાપી સેશન દરમ્યાન તે ફેશનેબલ કપડાં પહેરતી હતી.

તેની સારવાર ચાલતી હતી એ સમય દરમ્યાન તેને ઝૂંપડપટ્ટીના બાળકોનું એક ઝુંડ ટ્રાફિક સિગ્નલ પર મળ્યું અને તેને બાળકોને ભીખ આપવાને બદલે આ બાળકોને જમાડવા માટે એક પાસેના ઢાબા પર લઇ ગઈ પણ એ ધાબાવાળાએ આ બાળકોને જોઈને ખાવાનું આપવાનો ઇન્કાર કરી દીધો. આંચલ આ બાળકોને પાસેના એક ફૂડ સ્ટોલ પર લઇ ગઈ અને ખાવાનું ખવડાવ્યું.
આ ઘટના તેના દિલમાં વાગી ગઈ અને તેને નક્કી કર્યું કે તે રોજ આ બાળકોને ખાવાનું ખવડાવવાની કોશિશ કરશે. આ પછી તે રોજ પોતાના ઘરેથી ખાવાનું બનાવીને આબાલકો માટે લઇ જવા લાગી. આંચલના જણાવ્યા મુજબ ત્યારથી લઈને અત્યાર સુધી તે લગભગ એક લાખ જરૂરમંદ લોકોને ખાવાનું ખવડાવી ચુકી છે. થોડા જ દિવસોમાં તે આ બાળકોમાં એટલી પ્રિય થઇ ગઈ કે તેને પોતાનું એક એનજીઓ Meal of Happiness ની નોંધણી કરાવી લીધી. આંચળને પણ આ કામ માટે દાન મળવા લાગ્યું પણ એ નિયમિત મળતું નહીં.

હાલમાં આંચલ રોજ 5000થી વધુ બાળકોને ખાવાનું ખવડાવવાનું સપનું પૂરું કરવા માટે ક્રાઉડ ફંડિંગ કરી રહી છે. સાથે જ ફૂડ પેકેજીંગ માટે પ્લાસ્ટિક ફ્રી પેકેટ અપનાવીને પર્યાવરણ સંરક્ષણમાં પણ પોતાનું યોગદાન આપવા માંગે છે.
મેક્સ હોસ્પિટલના ડોક્ટરોએ તેને નીડર હંમેશા પુરસ્કારથી સન્માનિત કરી છે અને સાથે જ કેટલાક ડોકટરો આ ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં જઈને સેવાઓ આપી ચુક્યા છે. આંચલના કેન્સરને ઠીક થતા હજુ ચાર વર્ષ લાગશે, પણ તેની સમસ્યાઓ હવે તેના માટે ઓછી મહત્વ ધરાવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.