ગુજરાતી ફિલ્મના બાળકલાકારનું 15 વર્ષની ઉંમરે થયું નિધન, પિતાએ કહ્યું, રવિવારે 2 ઓક્ટોબરે તેણે નાસ્તો કર્યો….

ફિલ્મી દુનિયામાંથી એક પછી એક દુઃખદ ખબર સામે આવી રહી છે. ઘણા કલાકારોના નિધનથી ચાહકો પણ શોકમાં આવી ગયા છે, ત્યારે હાલ વધુ એક ખબર સામે આવી છે, જેને લઈને ચાહકોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. ભારત તરફથી આ વર્ષે ઓસ્કરમાં ઓફિશિયલ એન્ટ્રી પામેલી ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો”ના એક બાળકલાકારનું નિધન થયું છે, ચાર દિવસ બાદ જ આ ફિલ્મ સિનેમાઘરોમાં પ્રસારિત થવાની છે એ પહેલા જ આવેલી આ ખબરે ફિલ્મની ટીમ અને મનોરંજન જગતમાં શોકનો માહોલ ફેરવી દીધો છે.

‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ છેલ્લો શો ફિલ્મના બાળ અભિનેતા રાહુલ કોળીને લ્યુકેમિયા હતો, જેના કારણે તેને 2 ઓક્ટોબરે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે આ યુદ્ધ હારી ગયો અને મોતને ભેટ્યો. તેના મૃત્યુ બાદ પરિવારે હપ્પા ગામમાં શોકસભા યોજી હતી. તેના પિતા રામુ કોલીએ કહ્યું “તે ખૂબ જ ખુશ હતો અને એમ પણ કહ્યું કે 14 ઓક્ટોબર પછી અમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. પરંતુ તે પહેલા જ તેણે અમને છોડી દીધા. તમને જણાવી દઈએ કે રોહુલના પિતા એક ઓટોરિક્ષા ડ્રાઈવર છે અને તે તેનાથી જ ગુજરાન ચલાવે છે.

બરાબર 12 દિવસ પહેલા, આ ગુજરાતી ફિલ્મને 95માં એકેડેમી એવોર્ડ્સમાં ભારત વતી ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા મોકલવામાં આવી હતી. ‘છેલો શો’ યુએસ સ્થિત ડિરેક્ટર પાન નલિન ઉર્ફે નલિન પંડ્યાની અર્ધ-બાયોગ્રાફિકલ ફિલ્મ છે, જેમાં બાળપણથી લઈને અત્યાર સુધીની તેમની સફર બતાવવામાં આવી છે. તે 13 ઓક્ટોબરે થિયેટરોમાં ‘લાસ્ટ ફિલ્મ શો’ તરીકે હિન્દીમાં રિલીઝ થશે.

મૂળ હાપામાં રહેતાા ગુજરાતી બાળ કલાકાર રાહુલને થોડા મહિના પહેલાં તાવ આવવાનો શરૂ થયો. દવાઓ કરાવ્યા પછી પણ વારંવાર તાવ આવવાને કારણે વધુ તપાસ કરાવતાં લ્યુકેમિયાનું નિદાન થયું હતું. પછી ગુજરાતી એક્ટરને ઇલાજ માટે જામનગર અને ત્યારપછી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો.​ રાહુલ માત્ર 15 વર્ષનો હતો. આ ફિલ્મના શૂટિંગ બાદ તેના પરિવારને આ બીમારી વિશે જાણ થઈ હતી. હવે આ ફિલ્મના રિલીઝના થોડા દિવસ પહેલાં જ તેમના નિધનથી સૌ કોઈ ચોંકી ગયા છે.

જણાવી દઈએ કે રાહુલ છેલ્લા ચાર મહિનાથી ગુજરાત કેન્સર રિસોર્સ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં સારવાર લઈ રહ્યો હતો. તેને લ્યુકેમિયા (બ્લડ કેન્સર) હતું. ફિલ્મના શૂટિંગ બાદ પરિવારને પણ આ બીમારીની જાણ થઈ હતી. શરૂઆતમાં તેમને હળવો તાવ હતો. દવા પછી પણ તે જતો ન હતો. રવિવાર, 9 ઑક્ટોબરે રાહુલ જયારે નાસ્તો કરતો હતો, ત્યારે તેને ખૂબ તાવ આવ્યો હતો. તેને દિવસમાં ત્રણ વખત લોહીની ઉલટી પણ થતી હતી. જે બાદ તેનું મોત થયું હતું.

YC