ખબર

હવે ATM માંથી પૈસા ઉપાડવા પહેલા આ વાંચી લેજો નહીંતર…

સાર્વજનિક ક્ષેત્રની કેનરા બેન્ક દ્વારા ATM માંથી લેવડદેવડને વધુ સુરક્ષિત બનાવવા માટે એટીએમથી કેશ કાઢવા માટે હવે પિન સિવાય વન ટાઈમ પાસવર્ડ (OTP) ની સુવિધાની શરૂઆત કરી છે. જો તમારે એક દિવસમાં એટીએમથી 10,000 રૂપિયાથી વધુ પૈસા કાઢવા હોય તો તમારે ઓટીપી નાખવો પડશે.

Image Source

આ વાતની જાણકારી કેનરા બેંકે ટ્વીટ કરીને આપી છે. તેમને ટ્વીટમાં લખ્યું છે, ‘અમે ભારતમાં પહેલી વાર એટીએમ વિથડ્રોવલ માટે ઓટીપીની સુવિધાની શરૂઆત કરી રહ્યા છીએ. હવે અમારા એટીએમથી વિથડ્રોવલ વધુ સુરક્ષિત હશે.’

કેનરા બેન્કનું આ પગલું એ લોકોના હિતમાં છે જે લોકો એટીએમથી પૈસા ઉઠાવે છે. આ મહિને જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે ટેક્નિકલ કારણોમાં હાર્ડવેર, સોફ્ટવેર, કોમ્યુનિકેશન સાથે જોડાયેલી સમસ્યાઓ અને એટીએમમાં કેશ ન હોવાનો સમાવેશ થાય છે. જેના કારણે ટ્રાન્ઝેક્શન ફેલ થઇ જાય છે તો એને વેલીડ ટ્રાન્ઝેક્શન નહિ માનવામાં આવે. રિઝર્વ બેંકે એવી જાહેરાત પણ કરી હતી કે ડિસેમ્બર 2019થી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) સિસ્ટમ હવે 24*7 ચાલુ રાખવામાં આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks