21 વર્ષની યુવતીએ 6 વર્ષ પહેલા શરૂ કર્યો હતો વ્યવસાય, આજે બની ગઈ છે 120 કરોડની માલકીન, જુઓ કેવી રીતે ?

કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી આ છોકરીની સફળતા, 27 વર્ષની ઉંમરમાં બની 120 કરોડની માલકીન

ઘણા લોકોની સફળતાની કહાની જાણીને આપણને પણ પ્રેરણા મળતી હોય છે. ઘણા લોકો ખુબ જ સંઘર્ષ કરીને આગળ આવે છે. આજે એક એવી જ યુવતીની સફળતાની કહાની  તમને જણાવીશું જેને માત્ર 6 વર્ષની અંદર જ કરોડોની સંપત્તિ ભેગી કરી લીધી. આજે તેની કહાની ઘણા લોકો  માટે પ્રેરણા સમાન છે.

અમે વાત કરી રહ્યા છીએ કેનેડાના ઓન્ટેરિયોમાં રહેવા વાળી 27 વર્ષની એક મહિલા લિંડા બાયટિકિની. જેને 21 વર્ષની ઉંમરમાં જ 4 કરોડ રૂપિયાથી પણ ઓછી મૂડીમાં રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પગ મુક્યો હતો. પરંતુ હવે લિંડાનો દાવો છે કે છ વર્ષમાં તેની સંપત્તિ 120 કરોડ રૂપિયાની થઇ ચુકી છે.

લિંડા હવે પોતાને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર અને કોચ જણાવે છે. તે ઇન્સ્ટાગ્રામ અને ટિક્ટોક ઉપર લિન્ડફાઇનાન્સના નામથી એકાઉન્ટ ચલાવે છે અને લોકોને બિઝનેસ ટિપ્સ પણ આપે છે. લિંડાનો દાવો છે કે હવે તેની પાસે લગભગ 180 ફ્લેટ્સ છે જેને તેને ભાડે આપી દીધા છે. ટિક્ટોક ઉપર તેને એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે તેની પાસે 120 કરોડની સંપત્તિ બની ગઈ છે.

ધન સનના રિપોર્ટ પ્રમાણે લિંડાએ જણાવ્યું કે પૈસા કમાવવાની શરૂઆત તેને 21 વર્ષની ઉંમરમાં કરી હતી. લિંડાએ ખુલાસો કર્યો કે આટલા પૈસા કમાવવા સુધીની તેની સફર ખુબ જ દિલચસ્પ રહી. તેને આ કામ માટે પોતાની નોકરીને પણ છોડવી પડી હતી અને આજની તારીખમાં તેની પાસે એટલા પૈસા છે કે તે લકઝરી લાઈફની મજા લે છે. તેની પાસે સૌથી મોંઘી અને શાનદાર BMWi8 ગાડી પણ છે.

તે જણાવે છે કે મોટાભાગે લોકોના મનમાં સંશય હોય છે કે શું તેમને પ્રોપર્ટીમાં રોકણ કરવું જોઈએ કે નહીં ? પરંતુ તે નથી જાણતા કે આ સૌથી સુરક્ષિત રોકાણ છે. તે કહે છે કે લોકો મોટાભાગે તેને પૂછે છે કે શું રીઅલ એસ્ટેટમા પૈસા કમાવવા મુશ્કેલ છે ? જેના પર તેનો જવાબ હોય છે કે જો તમે સારા પરિણામ ઈચ્છો છો તો પ્રોપર્ટી સાથે સતત જોડાયેલા રહો અને પોર્ટફોલિયોને આગળ વધારો.

Niraj Patel