કેનેડામાં સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવી તોડફોડ, દીવાલ ઉપર બહુ ખરાબ ખરાબ લખ્યું, જુઓ વીડિયો

વિદેશોમાં ભારતીયો ઉપર જાતિ વિષયક હુમલાઓ અવાર નવાર થતા જોવા મળતા હોય છે, પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેણે લોકોને પણ હેરાનીમાં મૂકી દીધા છે. કેટલાક કુખ્યાત બદમાશોએ મંગળવારે કેનેડામાં બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) મંદિરમાં હુમલો કર્યો હતો. તેમણે મંદિરમાં તોડફોડ કરી અને દિવાલોમાં ભારત વિરોધી નારા પણ લખ્યા હતા.

કેનેડામાં ભારતીય હાઈ કમિશને આ ઘટનાની નિંદા કરી અને આ મામલાની તપાસ કરવા અને ગુનેગારો સામે ત્વરિત પગલાં લેવા કેનેડિયન સત્તાવાળાઓ સાથે મુદ્દો ઉઠાવ્યો. કેનેડામાં ભારતના હાઈ કમિશને ટ્વીટ કર્યું, ‘અમે BAPS સ્વામિનારાયણ મંદિર ટોરન્ટોની ભારત વિરોધી ગ્રેફિટી સાથે અપમાનિત કરવાની સખત નિંદા કરીએ છીએ. કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે ઝડપી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.”

બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને આ ઘટના પર પોતાની નિરાશા વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું હતું કે ‘ટોરન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ વિશે સાંભળીને ખૂબ જ નિરાશ થયો છું. જીટીએ કે કેનેડામાં આ પ્રકારની નફરતને કોઈ સ્થાન નથી. ચાલો આશા રાખીએ કે જવાબદાર અપરાધીઓને તરત ન્યાય માટે લાવવામાં આવે.”

કેનેડાના ભારતીય મૂળના સંસદસભ્ય ચંદ્ર આર્યએ કહ્યું કે આ પ્રકારની આ પહેલી ઘટના નથી પરંતુ તાજેતરના સમયમાં આવી ઘટનાઓ દ્વારા હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આર્યએ ટ્વીટ કર્યું કે, “દરેક વ્યક્તિએ કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ટોરન્ટો BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની તોડફોડની નિંદા કરવી જોઈએ. આ માત્ર એક અલગ ઘટના નથી. કેનેડામાં હિંદુ મંદિરોને તાજેતરના સમયમાં આવા હેટ ક્રાઇમ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. હિન્દુ કેનેડિયનો આ ગુનાઓ અંગે કાયદેસર રીતે ચિંતિત છે.”

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં મંદિરની દિવાલો પર ખાલિસ્તાન તરફી નારા લખવામાં આવ્યા છે. કેનેડાના સાંસદ રૂબી સહોતાએ કહ્યું, ‘સ્વામીનારાયણ મંદિર ઇટોબીકોકમાં સ્વામિનારાયણ મંદિરમાં સૂત્રોચ્ચાર અપમાનજનક અને ઘૃણાસ્પદ છે. કેનેડામાં તમામ ધર્મોને ડર કે ધાકધમકી વિના આચરણ કરવાનો અધિકાર છે. આ કૃત્ય માટે ગુનેગારોને સજા થવી જોઈએ.

Niraj Patel