ખબર

કેનેડા નહિ સ્વીકારે ભારતનો કોવિડ-19 રીપોર્ટ, કેનેડા જતા પહેલા ચુપચાપ આ નિયમ જાણી લેજો નહીતો…

કેનેડા સરકારે યાત્રાને લઇને નવી વૈશ્વિક એડવાઇઝરીમાં 21 જુલાઇ સુધી ભારત કેનેડા સીધી ફ્લાઇટને નિલંબિત કરી દીધી છે. કેનેડા સરકારે આ નિર્ણય કોવિડ-19ના ભયાનક સ્વરૂપને ધ્યાને લઇને લીધો છે. આ માટે જે ભારતીય યાત્રિઓને વર્તમાનમાં કેનેડા માટે ઉડાન ભરવી છે તેમને ત્રીજા દેશ થઇને કેનેડા જવાની પરમિશન મળી શકશે. કેનેડા ભારતનો કોવિડ-૧૯ મોલેક્યુલર ટેસ્ટ રિપોર્ટનો સ્વીકાર કરશે નહીં

એડવાઇઝરીમાં જારી કરવામાં આવ્યુ છે કે, ભારતીય યાત્રીઓ ને કેનેડાની યાત્રા જારી રાખ્યા પહેલા ટેસ્ટ રીપોર્ટ કોઇ ત્રીજા દેશમાં પ્રાપ્ત કરવો જરૂરી છે. સાથે જ યાત્રીને ઓછામાં ઓછ 14 દિવસ માટે ત્રીજા દેશમાં રહેવું પડશે. તે બાદ તે કેનેડાની યાત્રા કરી શકશે.

જાણકારી અનુસાર, કેનેડા ઉપરાંત કેટલાક દેશ એવા છે જે ભારતથી આવનાર યાત્રિઓને ઓછામાં ઓછા 14 દિવસ ક્વોરેન્ટાઇનમાં રાખી શકે છે. આનાથી યાત્રિઓના સમય સીમામાં બાધા આવશે અને તેમના ખર્ચ પણ વધશે.