કેનેડામાં વોલમાર્ટ સ્ટોરમાં 19 વર્ષની ગુરસિમરન કૌરનું ઓવનમાં બળી મોત થઇ ગયુ હતુ. આ કેસની કેનેડિયન પોલીસે તપાસ પૂર્ણ કરી છે, હેલિફેક્સ પોલીસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે મૃત્યુ શંકાસ્પદ નથી અને અયોગ્ય રમતના કોઈ પુરાવા મળ્યા નથી. ભારતીય મૂળની ગુરસિમરન કૌર ઓક્ટોબરમાં હેલિફેક્સના વોલમાર્ટ સ્ટોરમાં ઓવનમાં મૃત હાલતમાં મળી આવી હતી. અહેવાલો અનુસાર, તેની માતાને તે સળગેલી હાલતમાં મળી હતી. તે છેલ્લા બે વર્ષથી સ્ટોરમાં કામ કરતી હતી.
હેલિફેક્સ પ્રાદેશિક પોલીસના જાહેર માહિતી અધિકારીએ જણાવ્યું હતું કે શું થયું તે અંગે ઘણા પ્રશ્નો છે. ઊંડી તપાસમાં સમય લાગે છે. તપાસના ભાગરૂપે અમે અનેક ઈન્ટરવ્યુ કર્યા અને વીડિયો ફૂટેજની સમીક્ષા કરી. તપાસમાં કોઈ અયોગ્ય રમતની શંકા નથી. આમાં અન્ય કોઈની સંડોવણી હોવાની શંકા નથી. એવા કેટલાક પ્રશ્નો છે જેનો જવાબ ક્યારેય ન મળી શકે.
હેલિફેક્સ પોલીસે જણાવ્યું કે તપાસ ખૂબ જ મુશ્કેલ હતી. આમાં ઘણી એજન્સીઓ સામેલ હતી. અહેવાલો અનુસાર, ગુરસિમરન કૌર તેની માતા સાથે બે વર્ષથી વોલમાર્ટમાં કામ કરતી હતી. તેના પિતા અને ભાઈ ભારતમાં રહે છે. તેના મૃત્યુ બાદ વોલમાર્ટના કર્મચારીઓએ જણાવ્યું કે ગુરસિમરન કૌર ઓવનમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તેનું મોત થયું હતું.
ગુરસિમરનના સાથીદારનો એક ટિકટોક વીડિયો ગયા મહિને વાયરલ થયો હતો જેમાં તેણે કહ્યું હતું કે વોલમાર્ટમાં કામ કરતી વખતે તેણે જે ઓવનનો ઉપયોગ કર્યો હતો તે બહારથી ચાલતુ રહેતુ હતુ. તેના ગેટનું હેન્ડલ ખોલવું ખરેખર મુશ્કેલ હતું. ઓવનમાં એક ઇમરજન્સી સ્ટોપર લાગેલી હતી. તેણે એ પણ કહ્યુ કે એવું કોઇ કામ નહોતુ જેના માટે કોઇ કર્મચારીને ઓવનમાં જવાની જરૂર હોય.
તેણે એમ પણ કહ્યું કે કોઈ વ્યક્તિ પોતાને અંદરથી બંધ કરી લે તે સંભવ નથી. ત્યાં બીજા કર્મચારીએ કહ્યું કે ગેટ પોતાની મેળે બંધ થતો નથી.રીપોર્ટ અનુસાર, ગુરસિમરન કૌર ત્રણ વર્ષ પહેલા તેની માતા સાથે યુનાઇટેડ કિંગડમથી કેનેડા આવી હતી. કેનેડિયન સ્થાનિક મીડિયાએ ગુરસિમરન કૌરના મૃત્યુ પછી અહેવાલ આપ્યો હતો કે 19 ઓક્ટોબરે ગુરસિમરનની માતા જ્યારે એક કલાક સુધી બેકરીમાં પુત્રીને ન જોઈ ત્યારે ચિંતિત થઈ ગઈ.
લાંબા સમય સુધી પુત્રી ન મળ્યા બાદ તેણે મોબાઈલ પર ઘણી વખત ફોન કર્યો, પરંતુ કોલ ના લાગ્યો. જેના કારણે તેમની ચિંતામાં વધારો થયો. દુર્ભાગ્યે ઘણા કલાકોની શોધખોળ પછી ગુરસિમરનના સળગેલા અવશેષો બેકરીના વોક-ઇન ઓવનમાંથી મળી આવ્યા. જ્યારે માતાએ વોક-ઈન-ઓવનનો દરવાજો ખોલ્યો ત્યારે તે ગભરાઈ ગઈ હતી.
Statement on Sudden Death Investigation pic.twitter.com/0IsyAfMkzX
— Halifax_Police (@HfxRegPolice) November 18, 2024