કેનેડામાં અહીંયા 25 લોકોને ચાકુ માર્યા, 10ના મૃત્યુ થઇ ગયા, આજુબાજુના લોકો ફફડી ઉઠ્યા

કેનેડા જવાના સપના જોનારાઓ આ જુઓ…કેનેડામાં અહીંયા 10 લોકોની ચપ્પુ મારી હત્યા કરાઈ, જાણો અંદરની વિગત

દુનિયાભરમાં હત્યાની વારદાત સતત સામે આવી રહી છે. ઘણા લોકો આવા હત્યાકાંડની અંદર મોતને પણ ભેટતા હોય છે, ત્યારે હાલ એવી જ એક લોહિયાળ ઘટના કેનેડામાંથી સામે આવી છે. કેનેડાના સાસ્કેચવન પ્રાંતમાં બે સમુદાયો વચ્ચે છરાબાજીની ઘટનામાં 10 લોકો માર્યા ગયા અને 15 ઘાયલ થયા. પોલીસ આ કેસમાં બે શકમંદોને શોધી રહી છે. આ ઘટના સાસ્કાટૂનના જેમ્સ સ્મિથ ક્રી નેશનમાં ઘણી જગ્યાએ બની હતી.

એપી ન્યૂઝ એજન્સી અનુસાર શંકાસ્પદ લોકોની ઓળખ 31 વર્ષીય ડેમિયન સેન્ડરસન અને 30 વર્ષીય માઈલ્સ સેન્ડરસન તરીકે થઈ છે. બંનેના વાળનો રંગ કાળો અને ભુરો છે. કહેવાય છે કે બંને કાળા રંગની નિસાન કારમાં સવાર હતા. આ ઘટનાઓના પ્રથમ અહેવાલ રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 8.20 વાગ્યે મળ્યા હતા. આ પછી પોલીસે સમગ્ર પ્રાંતમાં એલર્ટ જાહેર કરી દીધું છે.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ સાસ્કાચેવનના આસિસ્ટન્ટ કમિશનર રોન્ડા બ્લેકમોરે જણાવ્યું હતું કે શંકાસ્પદ લોકોએ કેટલાક લોકોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો જ્યારે અન્ય લોકો પર પણ તે જ રીતે હુમલો કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે હુમલા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. બ્લેકમોરે કહ્યું કે અમારા પ્રાંતમાં જે બન્યું તે ભયાનક છે. પોલીસ બંને શકમંદો વચ્ચેના સંબંધો શોધવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ કહે છે કે શંકાસ્પદ લોકોને છેલ્લે સાસ્કેચવનની રાજધાની રેજિનામાં જોવામાં આવ્યા હતા, જે લોકો પાસેથી મળેલી માહિતીના આધારે છે, પરંતુ ત્યારથી તેમની જાણ કરવામાં આવી નથી. તેમનું કહેવું છે કે આવા 13 ક્રાઈમ સીન છે જ્યાંથી મૃત કે ઈજાગ્રસ્તોની માહિતી મળી છે. પોલીસનું કહેવું છે કે આ ઘટના વિશે તેમને લોકો પાસેથી છેલ્લી માહિતી મળી હતી કે શંકાસ્પદ લોકો સાસ્કેચવનની રાજધાની રેજિનામાં દેખાયા હતા. ત્યારથી શંકાસ્પદો વિશે કોઈ માહિતી મળી નથી.

RCMPએ ટ્વીટ કરીને લોકોને ચેતવણી આપતા કહ્યું કે, રેજીના વિસ્તારમાં સાવચેત રહો. સુરક્ષિત સ્થાનોમાંથી બહાર ન નીકળો. શંકાસ્પદ લોકોથી અંતર રાખો. કોઈ અજાણ્યા વ્યક્તિને લિફ્ટ ન આપો. તાત્કાલિક પોલીસને શંકાસ્પદ વિશે જાણ કરો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સાસ્કાચેવનમાં બનેલી ઘટનાને ભયાનક અને હૃદયદ્રાવક ગણાવી હતી.

Niraj Patel