પંજાબના દિગ્ગજ સિંગરની હત્યા કોણે અને શા માટે કરી? આખરે થઇ ગયો મોટો ખુલાસો

29માં બર્થ ડેના 12 દિવસ પહેલા સિદ્ધુ મૂસેવાલાની હત્યા : કોણે અને શા માટે કરી? આખરે થઇ ગયો મોટો ખુલાસો

પંજાબના માનસામાં 29માં જન્મદિવસ પહેલા રવિવારના રોજ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાને 30થી40 ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુની હત્યાથી પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠી રહ્યા છે. સિદ્ધુની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પાર્ટનર ગોલ્ડી બ્રારે લીધી છે. ગોલ્ડી બ્રાર કેનેડામાં રહે છે જ્યારે લોરેન્સ બિશ્નોઈ રાજસ્થાનની જેલમાં બંધ છે. જો કે, સિદ્ધુ મુસેવાલાની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સિદ્ધુ મુસેવાલાની સુરક્ષામાં હુમલાના એક દિવસ કાપ મુકવામાં આવ્યો હતો.

અગાઉ સિદ્ધુ મુસેવાલાની સુરક્ષામાં 4 જવાનો તૈનાત હતા. પરંતુ એક દિવસ પહેલા જ તેને ઘટાડીને 2 કરવામાં આવ્યા હતા. મુસેવાલાની હત્યા માટે જવાબદાર કોણ છે? આ સવાલ હાલ ઊભો થઇ રહ્યો છે. હુમલા સમયે સુરક્ષાકર્મીઓ કેમ હાજર ન હતા? સિદ્ધુ મુસેવાલાએ સુરક્ષાકર્મીઓને પોતાની સાથે કેમ ન લીધા? બુલેટપ્રૂફ વાહન હોવા છતાં તે તેમની સાથે કેમ ન ગયા અને જ્યારે તેમના જીવને જોખમ હતું ત્યારે આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ ?

હાલમાં પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે સુરક્ષામાં ખામી ક્યાં રહી અને સિદ્ધુ મુસેવાલાની હત્યાનો સાચો જવાબદારી કોણ છે.પંજાબના ડીજીપી વીકે ભાવરાએ સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ અંગે મોટી માહિતી જાહેર કરી છે. તેમણે જણાવ્યુ કે મુસેવાલાની સુરક્ષા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી નથી. તેની સુરક્ષા ચાર પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી બે કમાન્ડોને હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ ઘટનાના દિવસે તે પોતાની સાથે બે કમાન્ડોને લઈ ગયો ન હતો. આ સિવાય તે પોતાની પાસેનું બુલેટ પ્રુફ વાહન લઈને પણ નીકળ્યો ન હતો.

ડીજીપીએ કહ્યું કે બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી લીધી છે. હત્યાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.પંજાબના ડીજીપીએ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા કેસ પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે આ હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેલ છે. ગેંગના સભ્ય લકીએ કેનેડામાંથી જવાબદારી સ્વીકારી છે. ડીજીપીએ કહ્યું કે સિદ્ધુ મુસેવાલા પાસેથી પોલીસ સુરક્ષા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી નથી. તેમની પાસે પંજાબ પોલીસના 4 કમાન્ડો હતા, જેમાંથી 2ને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, પરંતુ તેમની પાસે બે કમાન્ડો હતા જેને મુસેવાલાએ ઘટનાના દિવસે પોતાની સાથે લીધા ન હતા.

ભાવરાએ વધુમાં જણાવ્યું હતું કે મુસેવાલાની પાસે બુલેટ પ્રુફ વાહન પણ હતું, પરંતુ તેણે તે વાહન પણ લીધું ન હતું. સિદ્ધુ મુસેવાલા પર લગભગ 30થી40 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ત્રણ હથિયારોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. હત્યા કેસમાં સિદ્ધુ મૂઝવાલાના મેનેજરનું નામ સામે આવ્યું હતું. પોલીસ મેનેજર સુધી પહોંચે તે પહેલા તે ભાગી ગયો હતો. પંજાબ પોલીસે સિદ્ધુના મેનેજર વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે. એવું માનવામાં આવે છે કે બિશ્નોઈ ગેંગે વિક્કીની હત્યાનો બદલો લેવા માટે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરાવી હતી.

પંજાબ ડીજીપીએ વધુમાં જણાવ્યું હતું કે પંજાબ પોલીસે હત્યાને લઈને તેની તપાસ શરૂ કરી દીધી છે. આ માટે SITની રચના કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ કેસના આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાએ 30 વર્ષથી ઓછી ઉંમરમાં દુનિયા છોડી દીધી. 28 વર્ષીય સિદ્ધુ મૂઝવાલા માનસા જિલ્લાનો રહેવાસી હતો. તેણે કેનેડામાં અભ્યાસ કર્યો હતો અને કેનેડાથી સિંગર તરીકે પાછો ફર્યો હતો. કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની તેણે ચૂંટણી પણ લડી હતી. સિદ્ધુ મુસેવાલનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ હતું.

ડિસેમ્બર 2021માં મુસેવાલા કોંગ્રેસમાં જોડાયા હતા. આ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની ટિકિટ પર માનસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ આમ આદમી પાર્ટીના વિજય સિંગલાની સામે ચૂંટણી હારી ગયા હતા. સિદ્ધુ મુસેવાલા ગાયકીની દુનિયામાં સફળ હતા. તેમના જીવનમાં કોઈ વિવાદ નહોતો. તેના કેટલાક શોખને કારણે તેની ખ્યાતિને પણ ગ્રહણ લાગી ગયું હતું. તેના ગીતોમાં શસ્ત્રોના ઉલ્લેખને કારણે તે ઘણી વખત વિવાદોમાં ફસાઈ ગયો હતો.

સિદ્ધુ મુસેવાલ પર બંદૂક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો. તેના પર આર્મ્સ એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.આ 10 મેના રોજ સિદ્ધુ મુસેવાલએ ટ્વિટર પર શેર કરેલી પોસ્ટ છે, જેમાં તે મોબાઈલની જેમ કાન પાસે પિસ્તોલ પકડીને જોવામાં આવ્યો હતો. શસ્ત્ર વિવાદ ઉપરાંત, મૂઝવાલા પર કોરાના સમયગાળા દરમિયાન લોકડાઉન દરમિયાન કોવિડ પ્રોટોકોલ તોડવાનો પણ આરોપ હતો.

આજતકના એક રીપોર્ટ અનુસાર લોરેન્સ બિશ્નોઈના સાથી અને કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બરારે સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી છે. અહેવાલો અનુસાર સિદ્ધુ મુસેવાલા એન્ટી-બિશ્નોઈ ગેંગ કેમ્પને સમર્થન આપી રહ્યા હતા. આ કારણે સિદ્ધુ મુસેવાલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર હતો. કહેવામાં આવી રહ્યું છે કે મુસેવાલાની હત્યા બાદ પંજાબ પોલીસ ચોક્કસપણે આ એંગલની પણ તપાસ કરશે.

Shah Jina