બાપ રે! ભાત ખાવાથી કેન્સર? રાંધવાની તમારી આ રીત બદલી નાખજો નહીં તો….

ચોખા ખાવાના શોખીન માટે આંખ ઉઘાડનારો કિસ્સો

વિટામિન અને ખનિજોથી સમૃદ્ધ, ચોખા સમગ્ર ભારતમાં ખાવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ચોખા કલાકો સુધી ભૂખને દૂર રાખે છે. તેની ઝડપીથી પાકી પણ જાય છે જેને કારણે તે એવા લોકોને સૌથી વધુ પ્રિય છે જે દિનચર્યામાં ખૂબ વ્યસ્ત રહે છે. પરંતુ ચોખા પર તાજેતરમાં કરવામાં આવેલ એક સંશોધન તમારી ચિંતામાં વધારો કરી શકે છે.

એક નવા અભ્યાસ મુજબ, ચોખા જે સંપૂર્ણપણે બાફેલા ન હોય, એટલે કે, ઓછા રાંધેલા ચોખા ખાવાથી કેન્સરનું જોખમ વધી શકે છે. ખરેખર, હાલના યુગનો મોટાભાગનો ખોરાક રસાયણો વગર તૈયાર થતો નથી અને આપણે તેને ખૂબ જ બેદરકારીથી ખાઈ રહ્યા છીએ. આ ભવિષ્યમાં સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓમાં વધારો કરી શકે છે.

ઇંગ્લેન્ડમાં ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટના આ અભ્યાસ મુજબ, પાકને જંતુઓથી બચાવવા અને સારી ઉપજ પેદા કરવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણો અને જંતુનાશકો ચોખાને અત્યંત જોખમી બનાવે છે. તે ઘણા કિસ્સાઓમાં આર્સેનિક ઝેરનું કારણ પણ બની શકે છે.

આના પર એક નહીં પરંતુ ઘણા અભ્યાસો છે જે દાવો કરે છે કે ચોખા એક કાર્સિનોજેન છે જે કેન્સરને પ્રોત્સાહન આપે છે. 90 ના દાયકામાં, મહિલાઓ પર કેલિફોર્નિયા ટીચર્સ સ્ટડીએ સ્તન કેન્સર સહિત અન્ય ઘણા પ્રકારના કેન્સરના સંભવિત જોખમોની ઓળખ કરી. તેના ફોલોઅપ દરમિયાન, કુલ 9,400 સ્વયંસેવકો કેન્સર પીડિત હોવાનું જાણવા મળ્યું છે, જેમાં સૌથી વધુ સ્તન અને ફેફસાના કેન્સરના દર્દીઓ હતા.

આર્સેનિક ઘણા પ્રકારના ખનિજોમાં જોવા મળતું રસાયણ છે. તેનો ઉપયોગ ઓદ્યોગિક ઈંસેક્ટિસાઈડ્સ અને જંતુનાશકોમાં થાય છે. એવા ઘણા દેશો પણ છે જ્યાં જમીનની અંદર પાણીનું આર્સેનિકલ સ્તર ખૂબ વધારે છે. આ આર્સેનિક ઝેરની સમસ્યામાં વધારો કરી શકે છે જે ઉલટી, પેટમાં દુખાવો, ઝાડા અને કેન્સરને પણ નોતરુ આપી શકે છે.

એક અભ્યાસ મુજબ ચોખામાં આર્સેનિકનું સ્તર ઘણું વધારે છે અને જો તેને યોગ્ય રીતે રાંધવામાં ન આવે તો તે ખૂબ જ જીવલેણ સાબિત થઈ શકે છે. અભ્યાસમાં ચોખાના કારણે થતા કેન્સરથી બચવાનો માર્ગ પણ જણાવવામાં આવ્યો છે. સંશોધકોના જણાવ્યા મુજબ, ચોખા રાંધતા પહેલા, તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી તેના ઝેરનું સ્તર 80 ટકા સુધી ઘટાડી શકાય છે.

Patel Meet