“હવે આવ્યું ઊંટ પહાડની નીચે !” આ કહેવત તો બહુ વાર સાંભળી હશે, પરંતુ હકીકતમાં જોયું છે આવું દૃશ્ય ? વાયરલ થયો વીડિયો

આપણા દેશમાં કોઈપણ વાતની અંદર કહેવત પહેલા બોલવામાં આવતી હોય છે, ઘણીવાર તમે તમારા પપ્પા કે દાદાજી પાસેથી વાતે વાતે કહેવત સાંભળી હશે. તેવી જ એક હિન્દી કહેવત છે “અબ આયા ઊંટ પહાડ કે નીચે !” પરંતુ હાલમાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં જે દૃશ્ય જોવા મળ્યું તે જોઈને આ કહેવત હકીકતમાં બનતી જોવા મળી.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ઊંટ પહાડ ઉપરથી નીચે આવતા જોવા મળી રહ્યું છે. આ નજારો જોઈને જ્યાં કેટલાક લોકો ઊંટને લઈને ચિંતિત થઈ ગયા, ત્યાં ઘણા લોકો તેની મજા લેવા લાગ્યા. કેટલાક યુઝર્સે લખ્યું કે ઊંટ રણમાં જ રહે છે, તો એકે કહ્યું કે પર્વત પરથી પડો, ઉઠો અને ચાલો….”

આ વીડિયો 13 સેકન્ડનો છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે એક ઊંટ હાઈવેની બાજુની ટેકરી પરથી નીચે આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આમ તો ઊંટને રણનું વહાણ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે તે પહાડી પર ઉતરવા માટે તેના પગલા ભરે છે ત્યારે તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને લપસીને સીધો નીચે પડી જાય છે. સદ્ભાગ્યે, તે ગંભીર રીતે ઘાયલ થયું ન હતું અને ઊભા થઈને ફરી ચાલવા લાગ્યું.

આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે, જેને @pantlp નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું “ઊંટ અને પર્વત….” આ પછી યુઝર્સે પોતાના ફીડબેક આપવાનું શરૂ કર્યું. જ્યારે મોટાભાગના યુઝર્સે આ ક્લિપને “હવે પહાડની નીચે ઊંટ આવી ગયું” એવી કહેવત સાથે જોવાનું શરૂ કર્યું, તો કેટલાક યુઝર્સે લખ્યું કે “બિચારું ઊંટ.”

Niraj Patel