આટલી બધી નફરત આખરે કેમ ? બોયફ્રેન્ડ સાથે ન્હાતા ન્હાતા તસવીર લીધી, સંબંધ બાંધ્યા અને પછી એવો કાંડ કર્યો કે… સાંભળી રૂંવાડા ઊભા થઇ જશે

બોયફ્રેન્ડ સાથે ન્હાતા ન્હાતા તસવીર લીધી, બેડ પર જઈને રંગરેલિયા પણ મનાવ્યા અને અચાનક જ કર્યો દર્દનાક કાંડ

એક ગર્લફ્રેન્ડે તેના પ્રેમીની હત્યા પહેલા તેના સાથે ન્હાતા ન્હાતા કેટલીક તસવીરો લીધી હતી, સંબંધ બાંધ્યા હતા અને ઘણી મસ્તી પણ કરી. પછી તેણે તેના પ્રેમીના માથા પર ગોળી મારી દીધી. આટલામાં એનું મન ના ભરાયુ તો તેણે તેના બોયફ્રેન્ડના શરીરમાં 27 વખત ચાકુના વાર કર્યા. તેનો કાન પણ કાપી દીધો. આ આરોપી ગર્લફ્રેન્ડને આજીવન જેલની સજા સંભળાવામાં આવી હતી. આ હત્યાએ તો પોલિસવાળાને પણ સ્તબ્ધ કરી દીધા હતા. ગર્લફ્રેન્ડનું નામ જોડી એરિયસ છે અને તેના પ્રેમીનું નામ ટ્રેવિસ અલેક્જેંડર છે. કેલિફોર્નિયામાં રહેનારી જોડીને ફોટોગ્રાફીનો ઘણો શોખ હતો.

ટ્રેવિસ માર્કેટિંગ સેલ્સમેન હતો, જે મેસા એરિજોનામાં રહેતો હતો. સપ્ટેમ્બર 2006માં લાસ વેગાસમાં એક કાર્યક્રમ દરમિયાન તે બંનેની મુલાકાત થઇ હતી અને નવા સંબંધની શરૂઆત થઇ.ફોન પર વાતચીત શરૂ થઇ અને એકબીજાને તેઓએ પાંચ મહીનામાં જ 80 હજારથી વધુ ઇમેલ મોકલ્યા હતા. ધીરે ધઈરે બંને એકબીજાની નજીક આવી ગયા. તેમણે ઓફિશિય રીતે ફેબ્રુઆરી 2007માં ડેટિંગ કરવાનું શરૂ કર્યુ હતુ. પરંતુ માત્ર પાંચ મહીનાા બાદ તેમના સંબંધમાં તિરાડ પડી અને ટ્રેવિસે જોડીને કહ્યુ કે, તેમનો સંબંધ વધારે નહિ ચાલી શકે.

જોડી તેનુ રિલેશન તૂટવાને કારણે ઘણી પરેશાનહતી. બે વર્ષ બાદ તે તેના દાદા દાદી સાથે રહેવા માટે કેલિફોર્નિયા ચાલી ગઇ પરંતુ આ ખત્મ ન થયુ. બે મહિના પછી જોડીએ એક કાર ભાડે લીધી અને ટ્રેવિસને જોવા મેસા ગઈ. તેણે કારની ટાંકી ભરી દીધી. 4 જૂન, 2008 ના રોજ, કપલે છેલ્લી સંબંધ બનાવ્યા અને એકબીજાની તસવીરો લીધી. થોડા દિવસો પછી, ટ્રેવિસ સાથે કામ કરતા લોકોએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે મળી શક્યો નહીં. જ્યારે મિત્રો તેના ઘરે પહોંચ્યા તો જોયું કે આખા ઘરમાં લોહી હતું.

ટ્રેવિસને 25 કેલિબરની બંદૂકથી ગોળી વાગી હતી. આ એ જ બંદૂક હતી જે થોડા મહિના અગાઉ જોડીના દાદા-દાદીના ઘરેથી ચોરાઈ હતી.ટ્રેવિસના ઘરે વોશિંગ મશીનમાંથી તૂટેલો કેમેરો મળી આવ્યો હતો. તેમજ લોહીના ડાઘાવાળા કપડાં પણ હતા, જે ધોયા પછી રાખવામાં આવ્યા હતા. પોલીસને જોડી અને ટ્રેવિસના અનેક ફોટા મળ્યા. આ જોડીની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી. પહેલા તેણે ટ્રેવિસના ઘરે હોવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પુરાવા સાથે સામનો કરતી વખતે તેણેએ તેની વાર્તા બદલી હતી.

તેણે દાવો કર્યો હતો કે બે ગેંગસ્ટરોએ ટ્રેવિસની હત્યા કરી હતી અને હુમલો કર્યો હતો પરંતુ પૂછપરછ દરમિયાન જોડી તૂટી ગઈ હતી. તેણે ટ્રેવિસ પર ઘરેલુ હિંસાનો આરોપ મૂક્યો અને કહ્યું કે ટ્રેવિસે રાત્રે તેના પર હિંસક હુમલો કર્યો હતો. તેણે સ્વબચાવમાં હુમલો કર્યો. 2013માં કોર્ટે જોડીને આજીવન કેદની સજા ફટકારી હતી.

Shah Jina