હાલ કોરોના વાયરસે વિશ્વમાં ભરડો લીધો છે. કોરોના વાયરસ વધતા કેસને લઈને કોણ પણ પ્રકારનો ઈલાજ હજુ સુધી નથી સામે આવ્યો. આ વચ્ચે અમેરિકાની એક કંપનીએ દાવો કર્યો છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાની એક કંપનીએ કોરોના વાયરસના ઈલાજનો દાવો કર્યો છે. કેલિફોર્નિયાની બાયોટેક કંપની Sorrento Therapeuticsએ કહ્યું છે કે તેમણે STI-1499 નામની એન્ટીબૉડી તૈયાર કરી છે.

કંપનીએ કહ્યું છે કે પેટ્રી ડિશ એક્સપેરિમેન્ટમાં ખબર પડી છે કે, STI-1499 એન્ટીબૉડી કોરોના વાયરસને માણસોનાં સેલ્સમાં સંક્રમણ ફેલાવાથી 100 ટકા રોકે છે.

સોરેન્ટો કંપની ન્યૂયૉર્કનાં માઉન્ટ સિનઈ સ્કૂલ ઑફ મેડિસીનની સાથે મળીને અનેક એન્ટીબૉડી તૈયાર કરવા પર કામ કરી રહી છે. યોજના એ છે કે અનેક એન્ટીબૉડીને મેળવીને ‘દવાનું કૉકટેલ’ તૈયાર કરવામાં આવે છે.
માહિતી અનુસાર, સોરેન્ટો કંપનીએ જણાવ્યું હતું કે, એક મહિનામાં એન્ટીબૉડીનાં 2 લાખ ડોઝ તૈયાર કરી શકે છે. કંપનીએ STI-1499 એન્ટીબૉડીનાં ઉપયોગની મંજૂરી માટે અમેરિકાનાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને એપ્લિકેશન મોકલી છે. કંપનીએ ઇમરજન્સીનાં આધારે મંજૂરીની માંગણી કરી છે. આ ખબર આવ્યા બાદ કંપનીનાં સ્ટૉકનાં ભાવમાં 220 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સૉરેન્ટોએ સીઈઓએ જણાવ્યું હતું કે, ડો. હેનરીજીએ એક મીડિયા સાથેની વાતચીત જણાવ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે, આ એક ઈલાજ છે, આ ઈલાજ 100 ટકા કારગર નીવડે એમ છે.

સીઈઓ ડૉ. હેન્રીએ કહ્યું કે, “જો તમારા શરીરમાં વાયરસને ન્યૂટ્રલાઇઝ કરવા માટે એન્ટીબૉડી હાજર રહે છે તો તમારે સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર નહીં રહે. કોઇપણ ડર વગર પ્રતિબંધો હટાવી શકાય છે.”

આ એન્ટીબૉડીનો ટેસ્ટ લેબમાં માણસોનાં સેલ્સ પર કરવામાં આવ્યો છે. માણસો પર પ્રત્યક્ષ રીતે આનું પરીક્ષણ નથી થયું. એન્ટીબૉડીની સાઇડ ઇફેક્ટ પણ અત્યારે સામે આવી નથી અને એ પણ સામે નથી આવ્યું કે માણસોનાં શરીરમાં આ કેવી અસર કરશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.