ચમત્કાર! નવરાત્રિમાં ગાયએ આપ્યો બે માથા અને 3 આંખવાળા વાછરડાને જન્મ, પૂજા કરવા લોકોની ઉમટી ભીડ

નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના ભક્તો વ્રત સાથે માતાની પૂજા કરે છે. એવામાં નવરાત્રિ દરમિયાન બે માથાવાળા ગાયના વાછરડાનો જન્મ થવો કોઈ ચમત્કારથી ઓછો નથી. આવો જ એક કિસ્સો ઓડિશામાંથી પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક ગાયે બે મોં અને ત્રણ આંખોવાળા વાછરડાને જન્મ આપ્યો છે. સ્થાનિક લોકો આ વાછરડાને મા દુર્ગાના સ્વરૂપ તરીકે પૂજી રહ્યા છે.

આ વાછરડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કેસ ઓડિશાના નબરંગપુરનો છે. જ્યાં એક ગાયે નવરાત્રિ દરમિયાન બે માથાવાળા વાછરડાને જન્મ આપ્યો હતો. આ વાછરડાનો જન્મ બે માથા અને ત્રણ આંખો સાથે થયો હતો. વાછરડાના જન્મ પછી તરત જ, સ્થાનિક લોકોનું ટોળું ત્યાં ભેગું થયું.

તે પછી લોકો વાછરડાને ‘મા દુર્ગાના અવતાર’ તરીકે માનવા લાગ્યા અને તેની પૂજા કરવા લાગ્યા. તમને જણાવી દઈએ કે આ વાછરડાનો જન્મ ઓડિશાના નબરંગપુર જિલ્લાના કુમુલી પંચાયતના બીજાપુર ગામમાં થયો હતો. જ્યારે ગામમાં રહેતા ખેડૂત ધનીરામની ગાયે આ વાછરડાને જન્મ આપ્યો ત્યારે બધાને આશ્ચર્ય થયું. કારણ કે વાછરડાના બે માથા અને ત્રણ આંખો હતી.

કહેવામાં આવી રહ્યું છે કે ધનીરામે આ ગાય માત્ર બે વર્ષ પહેલા ખરીદી હતી. તાજેતરમાં જ્યારે ગાયને ડિલિવરીમાં થોડી તકલીફ પડી ત્યારે ધનીરામે તેની તપાસ કરી અને જોયું કે વાછરડું બે માથા અને ત્રણ આંખો સાથે જન્મી રહ્યું છે. ધનીરામના પુત્રએ મીડિયાને જણાવ્યું કે, “વાછરડાને તેની માતાનું દૂધ પીવામાં તકલીફ પડી રહી છે, તેથી અમારે બહારથી દૂધ ખરીદીને પીવડાવવું પડે છે.

નવરાત્રિ નિમિત્તે એક અનોખા વાછરડાના જન્મને કારણે, વિસ્તારના લોકોએ વાછરડાને ‘મા દુર્ગાના અવતાર’ તરીકે પૂજવાનું શરૂ કર્યું છે. જાણકારી અનુસાર લોકો વાછરડાની પૂજા દક્ષિણ દિશા તરફ મો કરીને કરી રહ્યા છે, કારણ કે તેમના માટે દક્ષિણ દિશા પવિત્ર માનવામાં આવે છે. અત્યારે લોકો આ અનોખા વાછરડાને જોવા માટે દૂર -દૂરથી બીજાપુર પહોંચી રહ્યા છે. વાછરડાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

YC