ખબર

હવે જન્મદિવસની ઉજવણી પહેલા જેવી નહિ રહે, આ શહેરમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી પર લગાવ્યો પ્રતિબંધ

PUBG પર પ્રતિબંધ બાદ હવે સુરત પોલીસે જાહેરમાં કોઈના પર કેક ચોપડવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. દિવસેને દિવસે જન્મદિવસની ઉજવણીના નામ પર આ એક હિંસક ઉજવણી બનતી જાય છે જે સમાજમાં એક ઉપદ્રવની જેમ ફેલાઈ રહ્યું છે. કેક કાપવાના નામ પર જે વ્યક્તિનો જન્મદિવસ હોય તેના પર વિવિધ કેમિકલ્સવાળા સ્પ્રે લગાવવા, મોઢા પર કેક લગાવવી, ટેપ લગાવવી, મારામારી કરવી જેવા કૃત્યો પણ કરવામાં આવે છે. જેને પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આવી હરકતો કરવાથી વ્યક્તિને ઇજાઓ પણ થાય છે અને એક કિસ્સામાં તો એક યુવકનું મૃત્યુ પણ થયું હતું. આ વાતને ધ્યાને લઈને આવી ઘટના ન બને એ વાતની તકેદારી લેવા માટે સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ જોખમી રીતે જન્મદિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

Image Source

જાહેર રસ્તા પર કેટલાંક લોકોના જન્મદિવસની ઉજવણીના નામ પર સેલોટેપ લગાડી, કેમિકલ્સવાળા સ્પ્રેની સાથે ઉજવણી કરતાં, મોઢા પર કેક લગાવતા, જાહેર જનતાને ખલેલ પહોંચે તે રીતે તેમજ જાહેર સંપત્તિને નુકસાનકારક રીતે ઉજવણીના કેટલાંક ઉદાહરણોને જોયા બાદ સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ આ આદેશ આપ્યા છે.

Image Source

આ વિશે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે શહેરમાં આ પ્રકારની ઉજવણી કરવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આ પ્રકારની હિંસક ઉજવણીમાં વ્યક્તિનું મૃત્યુ નિજપવાની શક્યતા રહેલી છે. જેથી રાતના સમયે જાહેર સ્થળોએ અન્ય વ્યકિત પર જબરજસ્તીથી બળપૂર્વક કેક કે સેલોટેપ લગાવવી કે કેમિકલ્સવાળા સ્પ્રેનો ઉપયોગ કરી જાહેર જનતાને ત્રાસદાયક રીતે કે જાહેર સંપતિને નુકસાન થાય તે રીતે જાહેર જગ્યામાં જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. જે પણ આ જાહેરનામાનું ઉલંઘન કરતા પકડાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરતી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.