પ્રાઇવેટ પાર્ટમાં એક કિલો સોનું છુપાવી લાવી રહી હતી એર હોસ્ટેસ, તપાસ કરી તો હેરાન રહી ગયા સુરક્ષા અધિકારી
કેરળના કન્નુર એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની એર હોસ્ટેસ (કેબિન ક્રૂ) પાસેથી લગભગ એક કિલોગ્રામ સોનું મળી આવ્યું છે. આ પછી પોલીસે તેને કસ્ટડીમાં લીધી હતી. એર હોસ્ટેસ કથિત રીતે આ સોનું તેના પ્રાઈવેટ પાર્ટ (Rectum)માં છુપાવીને મસ્કટથી લાવી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આ રીતે ઘણી વખત સોનાની દાણચોરી કરી ચૂકી છે. રેવન્યુ ઈન્ટેલિજન્સ વિભાગ દ્વારા આ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
એર હોસ્ટેસની ઓળખ કોલકાતાની રહેવાસી સુરભિ ખાતુનના રૂપમાં થઇ રહી છે, જેની પાસેથી લગભગ 360 ગ્રામ સોનું જપ્ત કરાયુ છે. સોનાને રાજસ્વ ખુફિયા વિભાગે જપ્ત કર્યુ છે, આ પછી આરોપી ખાતૂનને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર ખાતૂન આ પહેલા પણ ઘણી વખત સોનાની દાણચોરી કરી ચૂકી છે.
પ્રાઈવેટ પાર્ટમાં સોનું જે રીતે રાખવામાં આવ્યું હતું તે જોઈને એરપોર્ટ સુરક્ષા અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોનાને પુરુષ ગુપ્તાંગ જેવા આકારમાં આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. રીપોર્ટ અનુસાર, ભારતમાં આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ એરલાઈન ક્રૂ મેમ્બર તેના પ્રાઈવેટ પાર્ટમાં સોનું છુપાવીને દાણચોરી કરવાના આરોપમાં પકડાઇ હોય.