ખબર

ધડાધડ 22 થપ્પડ ખાધા પછી જયારે કેબ ડ્રાઈવર ઘરે પહોંચ્યો ત્યારે તેની માતા જોઈને….દર્દનાક કિસ્સો વાંચો

દીકરાએ 22 થપ્પડ ખાધી તો ઘરે જઈને માં એ શું કર્યું? દર્દનાક કહાની…રડી પડશો એ ગેરંટી

સોશિયલ મીડિયાની અંદર હાલ એક ઘટના ખુબ જ વાયરલ થઇ રહી છે જેનો વીડિયો પણ દરેક વ્યક્તિએ જોયો હશે. 30 જુલાઈના રોજ લખનઉના નહરીયા તર્ફિક સિગ્નલ નજીક એક કેબ ડ્રાઈવર સહાદત અલી સિદ્દીકીને એક યુવતીએ રસ્તા વચ્ચે ધડાધડ લાફા ઝીંકી દીધા હતા. સમગ્ર  દેશની અંદર આ ઘટનાની ચર્ચાઓ ચાલી રહી છે.

સોશિયલ મીડિયામાં થપ્પડ મારનાર યુવતીના વીડિયો સામે આવી રહ્યા છે. ઘણા ન્યુઝ મીડિયા દ્વારા આ યુવતીના ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવી રહ્યા છે. આ થપ્પડ ગર્લનું નામ છે પ્રિયદર્શની યાદવ. ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ પણ કેબ ડ્રાઈવર સહાદત અલીના સ્પોર્ટમાં આવી અને યુવતીને સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે.

આ બાબતે મીડિયા દ્વારા સહાદત અલી સાથે પણ વાત કરવામાં આવી હતી, અને તેને જણાવ્યું હતું કે આ ઘટના બાદ જયારે તે પોતાના ઘરે ગયો અને તેની માતાને મળ્યો ત્યારે બંનેની આંખોમાં આંસુઓ આવી ગયા હતા. તેની માતા પણ ખુબ જ ભાવુક બની ગઈ હતી. કારણ કે સહાદતની માતાને અર્પણ ડેશન કાનૂન વ્યવસ્થાને લઈને સવાલો હતા.

નવભારત ટાઈમ્સના વીડિયોમાં જણાવ્યા પ્રમાણે કેબ ડ્રાઈવરની માતાના મનમાં કાનૂનની સિસ્ટમને લઈને સવાલો હતા જેમને તેમના બેગુનાહ દીકરાને આખી રાત જેલમાં બેસાડી રાખ્યો અને પોલીસે 10 હજાર રૂપિયા પણ ઇધા ગાડી છોડવા માટે. આ ઉપરાંત સહાદતે પણ નવભારતે આપેલા વીડિયો ઇન્ટરવ્યૂની અંદર ઘટનાની રાત્રે જે બન્યું તેની હકીકત જણાવી હતી.