દિલધડક સ્ટોરી નારી વિશે

આ કેબ ડ્રાઇવરે છોકરીને મોતને ઘાટ ઉતારી ! કાશ છોકરીએ આ ભૂલ ન કરી હોત તો- રૂંવાળા ઉભા થઇ જાય એવો કિસ્સો

આજે આપણે કોઈ પર ઉપર સરળતાથી ભરોસો નથી કરી શકતા. ત્યારે જુલાઈના અંતિમ સપ્તાહમાં એક અજ્ઞાત મહિલાની રહસ્યમય હાલતમાં થયેલી હત્યા થઇ હતી. આ હત્યા એક કેબ ડ્રાઈવરે તેના કેબની લોન ભરવા માટે આ લૂંટ કરી હત્યા કરી હતી. આ મામલો બેંગ્લોરનો છે. 22 વર્ષીય ઓલ કેબ ડ્રાઈવર નાગેશે આ સમગ્ર મામલાને અંજામ આપ્યો હતો. 32 વર્ષીય પૂજાએ મોડેલિંગ અને ઇવેન્ટ મેનેજર બન્નેનું કામ કરી રહી હતી. પોલીસે નાગેશની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Image Source

કોલકતાની રહેવાસી પૂજા સિંહ 30 જુલાઈએ બેગ્લોર આવી હતી. તેની મિટિંગ પૂર્ણ થયા બાદ તેને ઓલા એપથી હોટલ જવા માટે કેબ બુક કરાવી હતી. આ કેબિન ડ્રાઈવરનું નામ હતું નાગેશ, હોટેલ પહોંચ્યા બાદ પૂજાએ કેબ ડ્રાઈવર નાગેશને કહ્યું કે, તેના બીજા દિવસની સવારે 4 વાગ્યાની ફ્લાઇટ છે તો નાગેશ તેને ડ્રોપ કરી શકે છે. પૂજાની ભૂલ એટલી કે, તેને ઓનલાઇન કેબની બદલે સીધો જ નાગેશનો સંપર્ક કર્યો. આ સાથે આ વાત 1200 રૂપિયામાં ખતમ થઇ ગઈ નાગેશ રાજી થઇ ગયો.

Image Source

નાગેશને લાગ્યું કે યુવતી તો પૈસાવાળી છે. આને લૂંટી શકાય છે. તે આવવા માટે તૈયાર થઇ ગયો. બીજા દિવસે એટલે કે 31 જુલાઈએ નાગેશે પૂજાને પીકઅપ કરી હતી. થોડા સમય બાદ પૂજા કેબમાં સુઈ ગઈ હતી. જયારે નાગેશને લાગ્યું કે પૂજા સુઈ ગઈ છે ત્યારે તેને ગાડીને સુમસામ જગ્યા પર લઈને માથામાં ધોકો માર્યો હતો. ત્યારબાદ પૂજા બેહોશ થઇ ગઈ હતી. ત્યારબાદ નાગેશ પૂજાનો સામના ચોરી કરી ભાગવાની વેતમાં જ હતો. પરંતુ આ વચ્ચે પૂજાને હોંશ આવતા એ બૂમ-બરાડા કરવા લાગી હતી. નાગેશ આ સાંભળીને ડરી ગયો હતો.પૂજાએ ભાગવાની કોશિશ કરી તો નાગેશે તેના પર પાછળથી હુમલો કર્યો હતો. બાદમાં બેરહમીથી હત્યા કરી દીધી હતી.

હત્યા કર્યા બાદ નાગેશને ડર લાગ્યો કે તે પકડાઈ જશે તેથી તેને પૂજાના મોઢા પર પથ્થરમારીને તેનો ચહેરો ખરાબ કરી દીધો હતો. જેથી મૃતદેહને ઓળખીના શકાય. જયારે પોલીસને જાણ થઇ તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેની ઓળખાણ નથી થઇ રહી.

Image Source

પોલીસે તેની તપાસની શરૂઆત પૂજાના જીન્સ અને ટીશર્ટથી કરી હતી. કોઈ ઓળખના મળતા પોલીસે છેલ્લા ૨ વર્ષમાં આ બ્રાન્ડના આ સાઈઝના કપડાંની ખરીદી ઓનલાઈન અને શોપિંગ મોલમાંથી કરેલા લોકોની ડિટેલ્સ મંગાવી હતી.

તપાસ આગળ વધી ત્યારે પોલીસને અંદાજો આવી ગયો કે, પૂજા સ્થાનીય નિવાસી નથી. તે પશ્ચિમ બંગાળની રહેવાસી છે. તેથી પોલીસની 2 ટીમને પશ્ચિમ બંગાળ મોકલી હતી. આ તપાસ દરમિયાન એ વાત સામે આવી હતી કે, કોલકાતા ન્યુ ટાઉન પોલીસ સ્ટેશનમાં પૂજાના પતિ સુદીપે મિસિંગની એક ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસની તપાસમાં ખબર પડી કે, બેંગ્લોરમાંથી મળેલો મૃતદેહ સાથે તેનો મેચ આવે છે. પૂજાના પતિએ ફરિયાદમાં લખાવ્યું હતું કે, ૩૧ જુલાઈથી પૂજાનો ફોન ઓફ આવે છે. તેથી તેની ચિંતા વધી ગઈ છે. તેને પૂજાને ઘણા મેસેજ કર્યા હતા. પરંતુ 2 દિવસ બાદ મેસેજનો રીપ્લાઈ આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પૂજા ઠીક છે. પરંતુ તેની પાસે પૈસા ઓછા છે. તેથી થોડા પૈસા એકાઉન્ટમાં નાખવાનું કહ્યું હતું. જે રીતે આ મેસેજમાં ઇંગ્લીશમાં લખવામાં આવ્યું હતું તેથી પૂજાના પતિને વધારે શંકા ગઈ હતી. ત્યારબાદ તેને પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું હતું.

Image Source

બેગ્લોર પોલીસ જયારે કોલકતા પહોંચી ત્યારે મેસેજ મોકલનાર નાગેશની ઓળખાઈ થઇ હતી. પોલીસે બેંગ્લોરમાં તપાસ હાથ ધરી હતી. પૂજા ૨ દિવસ ક્યાં-ક્યાં ગઈ હતી કોને-કોને મળી હતી તેની તપાસ હાથ ધરી હતી. પૂજાએ એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટે કઈ રીતે ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો હતો. પોલીસ તપાસમાં બધાઈ ખબર પડતા પોલીસે નાગેશની ધરપકડ કરી રિમાન્ડ પર મોકલી દીધો હતો.