ખબર

કર્ફ્યૂમાં મુસાફરો રઝળી પડ્યા: ટેક્સી અને કેબવાળાએ ખુલ્લેઆમ પબ્લિકને લૂંટી લીધી, ભાડું અધધધધ

અમદાવાદમાં વધી રહેલા કેસને કારણે ગઈ કાલ રાતથી ૫૭ કલાકનું કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું છે. આ સમયે અમદાવાદમાં તમામ વાહનોના પૈડા થંભી ગયા છે. અમદાવાદ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

Image source

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને ઘરે જવા માટે ટેક્સીચાલકો અને કેબ સર્વિસધારકો રૂ. એક હજારથી બે હજાર પડાવી રહ્યા છે. ટેક્સીચાલકો ઓઢવ વિસ્તારમાં જવાના 1000 અને સરખેજમાં 2000 રૂપિયા માગી રહ્યા છે.તો અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડથી મુસાફરો પગપાળા જવા મજબૂર બન્યા છે. કરફ્યૂમાં એસટીની સુવિધા પણ બંધ હોવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.

Image source

મુસાફરો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS અને ઇલેક્ટ્રોનિક બસો મૂકવામાં આવી છે એમાં ઓછા મુસાફરો જઈ રહ્યા છે. રીક્ષા ચાલકો પણ અમદાવાદની બહાર સુધી લઈ જવા બેથી ત્રણ ગણું ભાડું માંગતા જોવા મળ્યા હતા. એસટી સ્ટેન્ડ પર ગણતરીના કર્મચારીઓ નજરે પડ્યા હતા.