છોકરીએ કેબ ડ્રાઇવરને કારમાંથી ઉતારીને ઢીબી નાખ્યો, આખરે CCTV આવી ગયો અને પોલ ખુલી..

CCTV જોઈને તમે જ કહેજો કે છોકરીનો વાંક છે કે છોકરાનો?

સોશિયલ મીડિયા પર અવાર નવાર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાંનો જ એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા કેબ ડ્રાઇવરને રસ્તા વચ્ચે મારતી જોવા મળી રહી છે. આ વીડિયો કયારનો છે, તે તો હાલ સ્પષ્ટ નથી થયુ. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, યુવતિ કેબ ડ્રાઇવરની પિટાઇ કરી રહી છે. આ મામલે પોલિસ ભલે તપાસની વાત કરી રહી છે પરંતુ કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર મહિલાની ધરપકડ કરવાની માંગ ઉઠી રહી છે. ત્યાં જ ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં મહિલા ગાડીઓ વચ્ચે જ રોડ ક્રોસ કરતી નજરે પડી રહી છે. કેબ ડ્રાઇવર પર એક્સિડન્ટનો આરોપ લગાવતા મહિલાએ શુક્રવારે રાત્રે ઉબર ચાલકને ખૂબ જ માર્યો હતો. રસ્તા વચ્ચે મહિલાએ ડ્રાઇવરને થપ્પડ માર્યા અને ફોન પણ તોડી નાખ્યો.

આ વીડિયો લખનઉનો છે. વીડિયોમાં ટ્રાફિક પોલિસકર્મી સામે મહિલા કેબ ડ્રાઇવર પર સતત થપ્પડ વરસાવી રહી છે. આ વચ્ચે એક પોલિસકર્મી બચાવની કોશિશ કરે છે પરંતુ મહિલા એક બાદ એક થપ્પડ મારી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, કેબનો સાઇડ મિરર પણ તૂટેલો છે. મહિલા કેબ ડ્રાઇવરને બચાવવાની કોશિશ કરતા એક યુવકને પણ બાનમાં લઇ લે છે.

મહિલાના આ હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અન્ય ગાડીઓના જવાનો રસ્તો બ્લોક થઇ ગયો હતો અને રસ્તા પર ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. ત્યાં જ વીડિયોના બેકગ્રાઉન્ડમાં લોકોનો અવાજ સંભળાઇ રહ્યો છે કે, આ મહિલા કેટલીક બદ્તમિઝ છે. આટલી વાર સુધી જો કોઇ યુવક યુવતિને મારતો તો લોકો શું કહેતા ? CCTV ફુટેજમાં જોવા મળી રહ્યુ છે કે, ચાલતી ગાડીઓ વચ્ચે મહિલા રોડ ક્રોસ કરી રહી છે અને ગ્રીન સિગ્નલ વચ્ચે મહિલા ઝેબ્રા ક્રોસિંગ પર ચાલી રહી છે.

જયારે અચાનકથી કેબ ડ્રાઇવર બ્રેક લગાવે છે અને ગાડી રોકે છે. તે બાદ મહિલા કેબ ડ્રાઇવર સાથે મારપીટ શરૂ કરી દે છે. આ ઘટના સમયે બે ટ્રાફિક પોલિસકર્મી પણ હાજર હતા. પોલિસકર્મી વચ્ચે રસ્તા પર થઇ રહેલ હંગામાને રોકવાની જગ્યાએ શાંતીથી જ ઊભા હતા.

Shah Jina