દુઃખદ: સુરતમાં સિલાઈ કામ કરતા પિતાનું સપનું હતું કે મારો દીકરો CA બને પણ બન્યું એવું કે પિતાનું આ સપનું અધૂરું જ રહી ગયું

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા અકસ્માતમાં આખો પરિવાર હોમાઇ જતો હોય છે. તો ઘણીવાર આવા અકસ્માતોમાં કેટલાક પરિવારનો એકનો એક દીકરો કે એકનું એક બાળક મોતને ભેટતુ હોય છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે હાલમાં સુરતના પુણાગામમાં રહેતા એક CAના વિદ્યાર્થીને ટ્રકે અડફેટે લેતા અકસ્માતમાં મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, મૃતકના પિતા જેન્તીભાઇ સિવણનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમને 2 દીકરાઓ અને 2 દીકરીઓ છે.

તેમનો નાનો દીકરો અજય CAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ સાથે સાથે તે આરવી પટેલ કોલેજમાં એક્ષટર્નલમાં બીકોમનો અભ્યાસ પણ કરતો હતો. ત્યારે શનિવારના રોજ બપોરે તે તેના મિત્ર સાથે અક્ટિવા પર કતારગામના એક મિત્રને મળવા જઇ રહ્યો હતો ત્યારે તેણે એક સોસાયટી પાસે રોનકને ઊભા રહેવાનું કહ્યુ અને તે તેના મિત્રને મળવા ગયો. આ ગજેરા સ્કૂલ પાસે પુરપાટ ઝડપે પસાર થતી ટ્રકે CAના વિદ્યાર્થી અજયને અડફેટે લીધો હતો.

અજય સાથે તેનો જે મિત્ર બાઇક પર આવ્યો હતો તે રોનકે ફોન કરતા અજયનો અકસ્માત થયો હોવાની જાણ થઈ હતી. અજયને હોસ્પિટલમા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત થયુ હતુ. કતારગામ પોલીસે હાલ રોનકની ફરીયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે. દીકરાનું મોત થતા પરિવારમાં દુખોનો પહાડ તૂટી પડ્યો છે. દીકરાનું મોત થતા માતા-પિતાનું પણ દીકરાને CA થતો જોવાનું સપનું અધૂરુ રહી ગયુ.

Shah Jina