ખબર

ગુજરાત ભાજપ પ્રમુખની વેબસાઈટ થઇ હેક, તસવીર મૂકી લખ્યુ આક્રમક લખાણ, જાણો

કોરોના મહામારી વચ્ચે પણ સાયબર ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખની વેબસાઈટ હેક થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની વેબસાઈટ હેક થતાં ચકચાર મચી જવા પામી હતી. પાટીલની વેબસાઈટ હેક થતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

એક વાર ફરીથી પાક. હેકર્સે ત્રાહિમામ વર્તાવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલની વેબસાઈટ હેક કરીને વાંધાજનક ફોટા અને લખાણ મુક્યુ છે. પાકિસ્તાન હેકર્સે સી આર પાટીલની વેબસાઇટ હેક કરી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાંધાજનક ફોટા મૂક્યા છે અને લખાણ પણ લખ્યુ છે.

વેબસાઇટ ખોલતા જ હેકિંગનો મેસેજ આવે છે. હેકર્સે લખાણ લખ્યુ છે કે, લડશો તો પણ કંઈ મળશે નહીં. કાળી આંખ મળશે. અને PM મોદીની મોફ કરેલ તસવીર મૂકી છે એટલું જ નહીં વાયુસેના અધિકારી અંભિનંદનની તસવીર મૂકી પાકિસ્તાન ઝીંદાબાદની કોમેન્ટ કરી છે.

ઉલ્લેખનીય છે કે, લગભગ એકાદ વર્ષ પહેલા ભાજપના પ્રમુખ સી.આર.પાટીલનું ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ કોઇક અજાણ્યા વ્યક્તિએ હેક કર્યુ હતું. જેથી સાંસદ પાટીલે પોલીસ કમિશનરને અરજી આપી હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમને તપાસ સોંપવામાં આવી હતી. એકાઉન્ટ હેક થયાના બે દિવસ પહેલા કોઇકે સી.આર.પાટીલનું ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ હેક કરી તેમાં ચેટિંગ કરતો હતો.