જો તમે ધનતેરસના દિવસે નથી ખરીદી શકતા સોનુ-ચાંદી તો કરો આ વસ્તુની ખરીદી, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

દીવાળીનો તહેવાર એ પાંચ દિવસીય ઉત્સવનો તહેવાર છે. જેમાં પહેલા દિવસે ધનતેરસ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધનવંતરી અને દેવી લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે, પરંતુ ધનતેરસના દિવસે ખરીદી માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે. નવી વસ્તુઓ ખરીદવા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે જે પણ સ્થાવર અને જંગમ મિલકત ખરીદવામાં આવે છે તે તેર ગણી વધી જાય છે,

તેથી લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીથી બનેલી વસ્તુઓ ખરીદે છે. પરંતુ જો તમે ધનતેરસના દિવસે સોના-ચાંદીની વસ્તુઓ સિવાય કેટલીક એવી વસ્તુઓ ખરીદી શકો છો, જેને ખરીદવાથી મા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ધન-સંપત્તિ બની રહે છે અને રૂપિયા પૈસાની કોઈ કમી નથી રહેતી.

ગોમતી ચક્ર : ગોમતી ચક્રનો ઉપયોગ સંપત્તિ વધારવા, વેપારમાં નફો વગેરે માટે લેવામાં આવતાં પગલાંમાં થાય છે. એવી ધાર્મિક માન્યતા છે કે ગોમતી ચક્ર દેવી લક્ષ્મીને પ્રિય છે. ધનતેરસના દિવસે તમે ગોમતી ચક્ર ખરીદીને તમારા ઘરે લાવી શકો છો. સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે ગોમતી ચક્રની પૂજા કરો અને તેને ધન સ્થાન પર રાખો. એવું માનવામાં આવે છે કે આનાથી તમારું ધનનું સ્થાન હંમેશા પૈસાથી ભરેલું રહે છે.

પિત્તળના વાસણ : સોના-ચાંદી સિવાય તમે ધનતેરસના દિવસે પિત્તળના બનેલા વાસણો પણ ખરીદી શકો છો. આ દિવસે પિત્તળની ધાતુ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધનતેરસ સંબંધિત દંતકથા અનુસાર, જ્યારે ધન્વંતરિ દેવ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં અમૃતનો કલશ હતો. ધાર્મિક માન્યતા છે કે આ કલશ પિત્તળની ધાતુનો હતો, તેથી પિત્તળને ધન્વંતરી દેવની ધાતુ માનવામાં આવે છે.

ધનતેરસ પર આખા ધાણા ખરીદો : ધનતેરસના દિવસે ધાણા ખરીદવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ધાણા ચઢાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. ધનતેરસના દિવસે આખા ધાણા લાવીને દેવી લક્ષ્મીને અર્પણ કરવા જોઈએ અને પછી તેને તમારા ઘરના બગીચા, ખેતર કે વાસણમાં વાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આના કારણે આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી.

ધનતેરસના દિવસે સાવરણી ખરીદો : હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે, તેથી ધનતેરસના દિવસે ઘરમાં સાવરણી લાવવી પણ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સાવરણી લાવીને નમસ્કાર કર્યા પછી ઘરને ઝાડુ કરવું જોઈએ. તેનાથી ઘરની તમામ નકારાત્મકતાઓ પણ દૂર થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે.

Shah Jina