ખબર

ધનતેરસ પર 90 હજારમાં Swift અને 4 લાખમાં મારુતિ બલેનો ખરીદવાનો મોકો, જાણો વધુ

આખા દેશમાં અત્યારે તહેવારોનો માહોલ છવાયેલો છે અને દિવાળીને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે ત્યારે ઘણા લોકો પોતાના ઘરે આ દિવાળી પર નવી ગાડી લાવવાનો પ્લાન પણ કરી રહયા હશે. ત્યારે ઓટોમોબાઇલ કંપનીઓ પણ પોતાની ગાડીઓ પર ઘણા સારા ડિસ્કાઉન્ટની ઓફર આપી રહી છે.

Image Source

જ્યા એક તરફ લોકો નવી ગાડીને દિવાળીના દિવસે ડિલિવરી મેળવવા માટે શો-રૂમની મુલાકાતો લઇ રહયા છે ત્યારે બીજી તરફ સેંકન્ડ હેન્ડ ગાડીઓનું વેચાણ પણ ઘણું થઇ રહ્યું છે કારણ કે ઘણા લોકો સેકન્ડ હેન્ડ ગાડીઓ પણ ખરીદવાનો વિચાર કરી રહયા હશે. આ માટે જે કાર કંપનીઓ સેકન્ડ-હેન્ડ ગાડીઓની ડીલ કરે છે એ કંપનીઓ પણ ઘણી સસ્તી કિંમતે સેકન્ડ-હેન્ડ ગાડીઓ વેચી રહી છે.

Image Source

જો તમે પણ આ તહેવાર પર ઘરે એક સેકન્ડ હેન્ડ ગાડી લાવવાનો વિચાર કરી રહયા છો તો તમારા માટે આ સારા સમાચાર છે કે મારુતિ સુઝુકી, મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂ પર પોતાની કેટલીક સેકન્ડ હેન્ડ ગાડીઓ ખૂબ જ સસ્તા ભાવે વેચી રહ્યું છે. જેમાં મારુતિ સુઝુકી સ્વિફ્ટ, વેગન આર, અલ્ટો, બલેનો જેવી ગાડીઓનો સમાવેશ થાય છે.

માત્ર 90 હજારથી લઈને 2.50 લાખમાં થઇ શકે છે સ્વિફ્ટ તમારી –

મારુતિ સુઝુકી સ્વિફ્ટ દેશની એવી ગાડીઓમાંથી એક છે કે જે ખૂબ જ પ્રસિદ્ધ છે અને સદાબહાર છે. આ જ કારણ છે કે આ ગાડી જૂની હોવા છતાં પણ તેની માંગમાં કમી નથી આવતી. જો તમે સેકન્ડ હેન્ડ સ્વિફ્ટ ખરીદવાનું વિચારી રહયા છો તો મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂ પર તમને આ કાર ઘણા સસ્તામાં મળી જશે. આ કારની શરૂઆતની કિંમત 2.50 લાખ છે. મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂ પર આ કારના માત્ર 87 યુનિટ જ બચ્યા છે.

Image Source

35 હજારથી લઈને 1.75 લાખમાં મળે છે વેગન આર ખરીદવાની તક –

મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂ પર વેગન આર માત્ર 1.75 લાખ રૂપિયામાં ખરીદવાની તક મળી રહી છે. આ ગાડીના પણ કુલ 135 યુનિટ જ બચ્યા છે એટલે જો તમે આ કાર ખરીદવા માંગો છો તો જલ્દી જ મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂની મુલાકાત લો.

Image Source

આ સિવાય જો તમે મારુતિની જૂની સેલેરીયો ખરીદવા માંગો છો તો એ ગાડી પણ અહીંથી 2.30 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં ખરીદી શકો છો. જો કે આ ગાડીના પણ માત્ર 54 યુનિટ જ બચ્યા છે. જો તમે સૌથી સસ્તી ગાડી ખરીદવા માંગતા હોવ તો માત્ર 1.50 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં અલ્ટો પણ ખરીદી શકો છો. મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂ પર અલ્ટોના માત્ર 127 યુનિટ જ બચ્યા છે.

Image Source

જો તમે સેકન્ડ હેન્ડ બલેનો ખરીદવા માંગતા હોવ તો એ પણ મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂ પર મળી જશે પણ મારુતિની આ પ્રીમિયમ હેચબેક કારની કિંમત ડીલરશિપથી જ જાણી શકાશે. જૂની ગાડીઓમાં અલ્ટો K20 પણ મળી જશે. મારુતિ સુઝુકી આ ગાડીઓ પર ગાડીઓ પર એક વર્ષની વોરંટી અને 3 ફ્રી સર્વિસ પણ આપી રહી છે.

Image Source

ટ્રુ વેલ્યૂ સિવાય હ્યુન્ડાઇ, ટાટા મોટર્સ, મહિન્દ્રા કે પછી બીજા સેકન્ડ હેન્ડ ગાડીઓના બજારને પણ સંપર્ક કરી શકો છો. સેકન્ડ હેન્ડ કાર લેતા પહેલા એ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો કે એ ગાડીની બધી જ તપાસ કરી લે. જો કોઈ પણ પ્રકારની ગડબડ જણાય તો આ ગાડીની ડીલ ન કરો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.