દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું પોતાનું ઘર હોય. પરંતુ આજના મોંઘવારીના યુગમાં ઘર ખરીદવું કે બનાવવું મુશ્કેલ કામ છે. મધ્યમ વર્ગના માણસની જીવનભરની કમાણી ઘર ખરીદવામાં ચાલી જાય છે. આ બધું હોવા છતાં દરેક વ્યક્તિનું સપનુ હોય છે કે, પોતાનું ઘર હોય. પરંતુ આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવી છે તે પાણીના ભાવે ઘર મળી રહ્યું છે જેની કિંમત જાણીને ચોંકી જશો.
જો તમને ખબર પડે કે માત્ર 100 રૂપિયામાં ઘર મળી રહ્યું છે, તો શું તમે વિશ્વાસ કરશો? તમે આ વાત પર સંપૂર્ણ વિશ્વાસ નહીં કરો, પરંતુ તે એકદમ સાચું છે. જોકે, આટલું સસ્તું ઘર ભારતમાં ઉપલબ્ધ નથી. આ ઘર એબ્રુઝો રાજ્યમાં પ્રૈટોલા પેલિગ્ના નામની જગ્યાએ મળી રહ્યું છે. Pratola Peligna Apennine પર્વતોની વચ્ચે આવેલું છે. અહીં લોકોને રહેવા માટે માત્ર 100 રૂપિયામાં ઘર મળી રહ્યું છે. અહીંની સરકારે એક સ્કીમ શરૂ કરી છે જેના હેઠળ લોકોને સસ્તા મકાનો આપવામાં આવી રહ્યા છે.
સરકારની આ યોજના થોડા દિવસો પહેલા જ પ્રૈટોલા પેલિગ્નામાં શરૂ કરવામાં આવી છે. જે લોકોને ઘરોની જરૂર છે તેમની પાસેથી અરજીઓ માંગવામાં આવી રહી છે. સરકાર અહીં 250 મકાનો વેચવા માંગે છે. જો કે, ખરીદનારે તેને રિપેર કરાવવું પડશે, જેના માટે ઘણા પૈસા ખર્ચ થઈ શકે છે.
ઘર ખરીદવા માટે આ શરત છે : તમે આ ઘરને સો રૂપિયામાં ખરીદી શકો છો, પરંતુ તેની મરામત કરાવવા માટે તમારી પાસે પૈસા હોવા જોઈએ. પ્રૈટોલા પેલિગ્ના ઓથોરિટીના જણાવ્યા અનુસાર, જો છ મહિનામાં ઘરનું સમારકામ કરવામાં નહીં આવે તો ઘરના માલિકને લગભગ 9 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.
સ્કી રિસોર્ટ અને રોમ નજીકમાં છે : આ ઘર જ્યાં બનાવવામા આવ્યા છે ત્યાંથી Ski resort ખૂબ નજીક છે. આ ઉપરાંત, રોમ પણ કેટલાક કિલોમીટરના અંતરે સ્થિત છે. આ પહેલા પણ, ઇટાલિયન અધિકારીઓ દ્વારા ઘણી વખત એક યુરોમાં ઘર વેચવાની યોજના લાવવામાં આવી હતી. આ ઘરોની હરાજી થશે અને તેની શરૂઆત એક યુરોથી શરૂ થશે. ઘરના માલિકોએ તેને ત્રણ વર્ષમાં રહેવા લાયક બનાવવું પડશે. જો કોઈ ઈટાલીની બહાર રહે છે અને તે ખરીદી કરી રહ્યો છે, તો તેણે 2 લાખ 62 હજાર રૂપિયા ફી ચૂકવવી પડશે. આ પહેલા પણ, અહીંની સરકારે ઘણા વધુ શહેરોમાં સસ્તા મકાનોની યોજના અમલમાં મૂકી હતી.