ટી-20 વર્લ્ડ કપની ઉજવણી કરી રહેલા કપ્તાન બટલરે આ શું કરી નાખ્યું ? શા કારણે મોઇન અલી અને રાશિદને નીચે ઉતારી દીધા ? જુઓ વીડિયો

આખરે શા કારણે બટલરે આદિલ રાશિદ અને મોઇન અલીને જીતનો જશ્ન ઉજવવા દરમિયાન સ્ટેજ પરથી ઉતરવાનું કહ્યું, કારણ છે ખુબ જ દિલચસ્પ, જુઓ વીડિયો

ક્રિકેટના મહાસંગ્રામ ટી-20 વર્લ્ડ કપની રવિવારે પુર્ણાહુતી થઇ અને ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. જેના બાદ ઇંગ્લેન્ડની આખી ટીમ ઉત્સાહના મૂડમાં જોવા મળી હતી. ટિમ દ્વારા જીતની ઉજવણી પણ કરવામાં આવી હતી, જેના ઘણા વીડિયો અને તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા હતા, ત્યારે આ દરમિયાન એક વીડિયોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.

Image Credit: AFP

T20 વર્લ્ડ કપ ટ્રોફીની ઉજવણી દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે આદિલ રાશિદ અને મોઈન અલીને સ્ટેજ છોડીને થોડી દૂર ઊભા રહેવા કહ્યું. જેથી ટીમ શેમ્પેનની ઉજવણી કરી શકે. ટીમમાં આદિલ રાશિદ અને મોઈન અલી એકમાત્ર મુસ્લિમ ખેલાડી છે. મુસ્લિમ ધર્મમાં આલ્કોહોલ પર પ્રતિબંધ હોવાને કારણે તે શેમ્પેનની ઉજવણીમાં ભાગ લઈ શક્યા નહોતા.

શેમ્પેઈન સેલિબ્રેશન દરમિયાન ખેલાડીઓ શેમ્પેઈન ઉડાવે છે. જેના કારણે તેના પર શેમ્પેઈન ન પડે તેથી જોસ બટલરે તે બંને ખેલાડીઓને અલગ રહેવા કહ્યું. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો કોમેન્ટમાં બટલરની પ્રસંશા કરી રહ્યા છે.

વર્ષ 2019માં પણ કંઈક આવું જ બન્યું હતું. જ્યારે ઈંગ્લેન્ડની ટીમે ODI વર્લ્ડ કપ જીત્યો હતો. ટીમના તમામ ખેલાડીઓ વર્લ્ડ કપની ઉજવણી બાદ શેમ્પેઈન સેલિબ્રેશન કરવા માંગતા હતા. ત્યારે પણ ટીમના કેપ્ટન ઈયોન મોર્ગને આદિલ રશીદ અને મોઈન અલીને વર્લ્ડ કપની ઉજવણી બાદ શેમ્પેઈન સેલિબ્રેશન માટે અલગ સમય આપ્યો હતો. જેના બાદ તેમને ઉજવણી કરી.

Niraj Patel