રસોઈ

ગુજરાતીઓ છાસ વગર અધૂરા, આજે શીખો કેવી રીતે ઘરે બનાવી શકાય આ ચટાકેદાર મસાલો

ગુજરાતીઓનું ભોજન છાસ વગર અધૂરું છે. ઘણા લોકો ભોજનની સાથે અવનવા પીણાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ગુજરાતી લોકો તો મોટા ભાગે છાસનો જ ઉપયોગ કરતા હોય છે. ગુજરાતીઓનું જમણ ક્યારેય છાશ વિના પૂરું ન થાય, પછી એ બપોરનું ભોજન હોય કે રાત્રિનું, લગ્નનો જમણવાર હોય કે કોઈ બીજો નાનો-મોટો પ્રસંગ, છાશ વિના તો કોઈ જ જમણવાર પૂરું નથી થતું.

છાસનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કાઢે છે. પાચન ક્રિયા માટે પણ છાસના અનેક ફાયદા છે. પરંતુ ઘણી વાર આપણને છાસ એકલી ના ભાવતી હોય તો તેમાં મસાલો નાખતા અનેક ફાયદા મળે છે.

Image Source

આવો જાણીએ ઘરે છાસનો મસાલો બનાવવાની રીત:
સામગ્રી:

  • નમક 250 ગ્રામ
  • સિંધવ લૂણ 100 ગ્રામ
  • સંચળ 100 ગ્રામ
  • આખા મરી 25થી 30
  • જીરુ 100 ગ્રામ
  • ધાણાં 1 ચમચી
  • વરિયાળી પાઉડર 2 ચમચી
  • સૂકો ફુદીનો 2 ચમચી
  • આદૂનો પાઉડર 1 ચમચી
Image Source

રીત :
સૌ પ્રથમ એક પેનમાં જીરુ, મરી અને ધાણાંને ધીમી આંચ પર તેને આછા ભૂરા રંગના થવા દો. આ મિશ્રણ શેકાઈ ગયા બાદ તેને સંપૂર્ણ ઠંડુ થવા દો. આ બાદ સાદા નમકને 5 મિનિટ સુધી પેનમાં શેકો.

આ બાદ શેકેલા જીરું, મરી, ધાણા, ફુદીનો, સંચળ, વરિયાળી પાઉડર, આદૂનો પાઉડર મિક્સ કરી મિક્સરમાં જીણો ભૂકો કરો. જ્યાં સુધી જીણો ના થાય ત્યાં સુધી તેને ક્રશ કરો.

આ બાદ એક મોટા બાઉલમાં આ મસાલા પાવડરમાં સિંધવ લૂણ અને સંચળ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો. આ મસાલામાં તમે એક ચમચી હિંગ પણ ઉમેરી શકો છો.

આ મસાલાનેને એરટાઈટ ડબ્બામાં બંધ કરીને મૂકી દો. છાસનો આ મસાલો એક ગ્લાસમાં અડધી ચમચી જેટલો નાખી શકાય.

જો છાશનો સ્વાદ વધુ વધારવો હોય તો છાશમાં ફુદીનો અને કોથમીર પણ નાખી શકો છો.

Image Source

મસાલાવાળી છાસ પીવાના ફાયદા:

છાસનો મસાલો પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે. જે લોકો ને ગેસ અને એસિડિટીનું બીમારી હોય તે લોકો માટે મસાલાવાળી છાસ ફાયદાકારક છે. મસાલાવાળી છાસ પીવાના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે. મસાલાવાળી છાસ પીવાથી બ્લડપ્રેસરની સમસ્યા પણ દૂર થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.