રાજકોટ: ઈમ્પીરિયલ પેલેસમાં થયેલી પાર્ટીમાં કોણ કોણ હતુ સામેલ ? બુક કરાવવામાં આવ્યો હતો 20 હજારનો રૂમ- જાણો

ગુજરાતના રંગીલા શહેર રાજકોટના પોશ એરિયામાં હાલમાં એક ખ્યાતનામ  5 સ્ટાર હોટલમાં એક યુવતિનો કપડા વગરની હાલતમાં ડાંસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને હાલ તો આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલો છે. ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે હવે તપાસ શરૂ થતા નવા નવા ખુલાસા થઇ રહ્યા છે.

રાજકોટની ક્રાઇમ બ્રાંચ ટીમ તાત્કાલિક હોટલ પહોંચી હતી, તે બાદ દિવ્યભાસ્કરને પોલિસના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ યુવતિ ઘણી સ્વરૂપવાન હતી અને આ જે પાર્ટી થઇ હતી હોટલમાં તે આ પહેલા મોરબીમાં થવાની હતી. પરંતુ વરસાદના કારણે તેમણે ઇમ્પિરિયલ હોટલનો મોંઘો રૂમ જેનો નંબર 608 હતો તે બુક કરાવ્યો હતો. આ ઉપરાંત ત્યાં 20 હજાર રૂપિયા જેટલુ એક રાતનું ભાડુ હોય છે.

જે યુવતિનો કપડા વગરની હાલતમાં ડાંસ કરતો વીડિયો સામે આવ્યો છે તે યુવતિ રાતના 12 વાગ્યે મુંબઇથી રાજકોટ આવી હતી અને સવારે 6 વાગ્યા આસપાસ તે મુંબઇ પરત જતી રહી હતી. પોલિસ આ બાબતે CCTV ફુટેજ, રજિસ્ટર અને અંદર-બહાર આવવા-જવાનો ડેટા તપાસી રહી છે. આ વીડિયો કોણે ઉતાર્યો તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ યુવતિ મુંબઇથી રાજકોટ આવી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. તેમજ યુવતિને મોરબીના ઉદ્યોગપતિ દ્વારા બોલાવવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે, આ વાયરલ વીડિયો લગભગ એક સપ્તાહ પહેલાનો હોવાનું સામે આવ્યુ છે. આ વીડિયો જેણે ઉતાર્યો તેણે સામેની બાજુથી ઊંચા બિલ્ડિંગમાંથી ઉતાર્યો હોવાનું સામે આવી રહ્યુ છે.

આ ડાંસ પાર્ટી અંગે ઝોન-1ના ડીસીપીની અધ્યક્ષતામાં આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ છે અને જેમાં પોલિસ સત્તાવાર વિગતો આપશે. આ ટોક ઓફ ધ ટાઉન બનેલ વીડિયો અંગે ગઇકાલે સાંજથી હોટલમાં પોલિસ તપાસ થઇ રહી છે. પ્રાથમિક તપાસમાં રજિસ્ટરનું ચેકિંગ કરવામાં આવ્યુ હતુ અને તે બાદ CCTV ફુટેજ પણ ખંગાળવામાં આવ્યા હતા. પોલિસ એ દિશામાં તપાસ હાથ ધરી રહી છે કે આ વીડિયો કયારે અને કોણે ઉતાર્યો.

ઝોન-1ના ઇન્ચાર્જ ડીસીપીના આદેશ બાદ આ 608 નંબરનો રૂમ કોના નામે બુક કરાવવામાં આવ્યો અને બીજી હકિકત શુ છે તે બહાર લાવવાનો પ્રયાસ પોલિસ કરી રહી છે. આ રૂમમાં જેટલા પણ લોકો રોકાયા હોય તેમના દસ્તાવેજ હોટલના સ્ટાફ, કર્મચારીઓ દ્વારા લેવામાં આવ્યા છે કે નહિ તે દિશામાં તપાસ થઇ રહી છે. હવે આ બાબતે એવી ચર્ચા જાગી છે કે, જે રૂમની બારીમાંથી આ ડાંસના દ્રશ્ય જોવાયા હતા તે બારી કોઇએ ખુલ્લી રાખી હતી, કોઇ અંદરનું ફૂટેલુ હતુ કે પછી ભૂલથી ખુલ્લી રહી ગઇ હતી.

શું હતો મામલો 
રાજકોટના યાજ્ઞિક રોડ પર ઈમ્પીરિયલ પેલેસ નામની હોટલ આવી છે અને ત્યાં જ યુવતિનો કપડા વગરની હાલતમાં ડાંસ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રાજકોટની ક્રાઇમ બ્રાંચ હરકતમાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ હોટલના મેનેજરનુ નિવેદન સામે આવ્યુ છે, જે ખરેખર ચોંકાવનારુ છે.

આ હોટલના મેનેજરે કહ્યુ હતુ કે, આ વીડિયો એડિટિંગ કરી કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. હોટલમાં આવતા રૂમની અંદર શું કરે છે એ અમે થોડું જોવા જઇએ છીએ. આ તો કાંઈ થોડુ મંદિર છે કે અહીં લોકો પૂજા કરે. પોલીસ તપાસમાં જે આવશે એમાં અમે સહયોગ આપીશું. હોટલ પર પહોંચ્યા બાદ PSI અને તેમની ટીમના માણસો દ્વારા હોટલ સ્ટાફની કાર્યવાહીના ભાગરૂપે પૂછપરછ કરવામાં આવી હતી. તો સાથે જ જરૂરી દસ્તાવેજની ચકાસણી કરી હતી અને CCTV ફૂટેજ ચેક કર્યા હતા.

આ બાબતે મેનેજરે આગળ કહ્યુ હતુ કે, વીડિયો ક્યારે ઉતારવામાં આવ્યો એની પણ હજુ કોઈ તપાસ થઈ નથી. આમાં ગંદા વીડિયો જેવું છે જ નહીં. વીટીવીના રીપોર્ટ અનુસાર આ મહેફિલનો વીડિયો હોટેલની બાજુની બિલ્ડિંગમાંથી ઉતારવામાં આવ્યો હોય તેવું બની શકે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હોટલમાં ગંદી હરકતો થઈ રહી છે. યુવતી કપડા વગરની હાલતમાં ડાન્સ કરી રહી છે અને આ તમાશો શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ જોઈ રહ્યા છે.ત્યારે હવે પોલિસ આ બાબતે  તપાસ કરી રહી છે કે, હોટેલનો રૂમ કોણે બૂક કરાવ્યો તપાસનો વિષય છે. તે સાથે જ હોટલના છઠ્ઠા માળે આ જે તમાશો થયો તેમાં કોણ હાજર હતું તે સૌથી મોટો સવાલ ઉદભવ્યો છે.

Shah Jina