વેપારીની લફરાબાજ બૈરું ઓટો રિક્ષા ડ્રાઈવર સાથે 47 લાખ લઈને ભાગી, છેલ્લે ખુલ્યું રાઝ
કહેવાય છે ને કે, પ્રેમ કયાં કયારે અને કોને થઇ જાય છે તેની ખબર જ નથી રહેતી. ઘણીવાર એવું બનતુ હોય છે કે, લગ્ન થયેલ હોવા છત્તાં યુવક-યુવતિઓને અન્ય વ્યક્તિ સાથે આંખ મળી જાય છે અને તેઓ તેમના માટે ઘર અને પરિવારને પણ છોડીને જતા રહે છે. લગ્ન બાદ થતો આવો પ્રેમ ઘણીવાર ખતરનાક રૂપ પણ લઇ લેતો હોય છે. પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે, તે અલગ છે. એક બિઝનેસમેનની પત્ની એક રિક્ષા ડ્રાઈવર સાથે ઘરેથી 47 લાખ રૂપિયાની રોકડ સાથે ગુમ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ કેસમાં રિક્ષા ચાલકના બે સાથીઓની ધરપકડ કરીને 30 લાખ રૂપિયા રિકવર કર્યા છે. જોકે, પરિણીત મહિલા અને રિક્ષા ચાલકનો હજુ કોઇ પત્તો લાગ્યો નથી.

આ કિસ્સો મધ્યપ્રદેશના ઈન્દોરનો છે. ખજરાના પોલીસ સ્ટેશનના પ્રભારી દિનેશ વર્મા અનુસાર, એક સ્થાનિક વેપારીએ એફઆઈઆર નોંધાવી છે કે તેની 40 વર્ષની પત્ની અને 47 લાખ રૂપિયાની રોકડ તેના ઘરમાંથી ગાયબ છે. સ્ટેશન ઈન્ચાર્જ અનુસાર પીડિત વેપારીએ પત્નીના ગુમ થવા અને રોકડની ચોરીમાં રિક્ષા ડ્રાઈવરનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે. ખજરાના પોલીસ સ્ટેશનના પ્રભારીએ સોમવારે જણાવ્યું હતું કે એક સ્થાનિક વેપારીએ એફઆઈઆર નોંધાવી છે કે તેની 40 વર્ષની પત્ની અને 47 લાખ રૂપિયાની રોકડ તેના ઘરમાંથી ગાયબ છે.

તેમણે કહ્યુ, તે રિક્ષાચાલક બિઝનેસમેનની પત્ની કરતા 10 વર્ષ નાનો છે. પોલીસે રિક્ષા ચાલકના સાથી રિતેશ ઠાકુરની ધરપકડ કરી અને 30 લાખ રૂપિયા કબજે કર્યા, જ્યારે તેના અન્ય મિત્રને સોમવારે સ્થાનિક કોર્ટમાં આત્મસમર્પણ કર્યું, જેની ધરપકડ કરવામાં આવી રહી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમણે જણાવ્યું હતું. વિવાહિત મહિલા અને રિક્ષા ચાલકની શોધમાં ગુજરાતના દાહોદ અને વડોદરામાં પણ પોલીસની ટીમો મોકલવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેઓનો કોઈ પત્તો લાગ્યો નથી.