ખબર

દત્તક લીધેલી દીકરીની આ મેટરને કારણે બિઝનેસમેનની પત્નીએ કરી આત્મહત્યા ! સુસાઇડ નોટમાં મોટો ધડાકો કર્યો

અંતિમ શબ્દો વાંચીને પતિના મોતિયા મરી ગયા..! મોટા કાપડ વેપારીની પત્નીએ કરી લીધી આત્મહત્યા- વાંચો આગળ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. જેમાંના કેટલાક પ્રેમ સંબંધ, કેટલાક અવૈદ્ય સંબંધ તો કેટલાક આર્થિક તંગી કે માનસિક તણાવના હો.ય છે. ત્યારે કાનપુરના કિદવઈનગર એચ-વન બ્લોકના રહેવાસી ટેક્સટાઈલ બિઝનેસમેન આકાશ બાથમની પત્ની નેહાનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. કિદવઈનગર પોલીસે ફોરેન્સિક ટીમને બોલાવી તપાસ હાથ ધરી હતી.

જો કે બેડ પરથી એક સુસાઈડ નોટ મળી આવી. જેમાં નેહાએ પોતાની મરજીથી આત્મહત્યા કરવાની અને કોઈને પરેશાન ન કરવાની વાત લખી હતી. આકાશ બાથમ તેની પત્ની નેહા, 13 વર્ષની દત્તક પુત્રી વેદિકા, ચાર વર્ષની વાણી, માતા અને પિતા સાથે એચ-વન બ્લોકમાં એપાર્ટમેન્ટના બીજા માળે રહે છે. આકાશે જણાવ્યું કે માનસિક રીતે અસ્વસ્થ હોવાને કારણે વેદિકાએ અભ્યાસ કર્યો નથી. આ કારણે નેહા ટેન્શનમાં રહેતી હતી. ત્યારે તે તેની નાની દીકરીને રૂમમાં સુવા માટે મુક્યા બાદ અલગ રૂમમાં સુઈ ગઈ હતી.

તે છેલ્લા 10 દિવસથી અલગ રૂમમાં સૂતી હતી. જો કે, બીજા દિવસે સવારે સાડા નવ વાગ્યા સુધી પત્ની ન જાગતાં તે તેને જગાડવા માટે રૂમમાં પહોંચ્યો પણ જયારે તેણે રૂમનું દ્રશ્ય જોયુ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઇ. તેણે તેની પત્નીની લાશ પ્લાસ્ટિકના દોરડાની મદદથી પંખા સાથે લટકતી જોઇ. ઘટનાની માહિતી ઘરના અન્ય લોકો અને પત્નીના માતા-પિતાને આપવામાં આવી. જે બાદ ઘટનાની પોલિસને પણ કરવામાં આવી. કિદવઈનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કર્યા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.