અજબગજબ ખબર

પત્નીનું મૃત્યુના એક મહિના પછી પતિ પરમેશ્વરે બનાવડાવી તેની મૂર્તિ, કારણ જાણી નવાઈ પામશો

આ કપલના લગ્નના 48 વર્ષનાં થઇ ગયા હતા અને એક દિવસ પણ પત્ની વગર નથી રહ્યો પતિ, પુરી સ્ટોરી વાંચીને ઉભા થઈને સલામ ઠોકશો

ઘણા લોકો પ્રેમમાં હોય ત્યારે સાથે જીવવા મારવાના વાયદાઓ કરતા હોય છે, પરંતુ જયારે સાથે રહેવા લાગે છે ત્યારે એ બધા જ વાયદાઓને ભૂલીને એકબીજા સાથે જ ઝઘડવા લાગે છે, ઘણા તો વિશ્વાસઘાત પણ કરે છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે આવા વચનોને ખરેખર નિભાવે છે.

Image Source

આવું જ કંઈક કર્યું આ તામિલનાડુના 74 વર્ષિય બિઝનેસમેને. જેમની પત્નીના અવસાન થયા બાદ તેમને 30 દિવસમાં જ તેની ખોટ પૂર્ણ કરવા માટે ઘરની અંદર તેની પ્રતિમા બનાવી લીધી. અને આજે ચારેય તરફ તેમના આ પ્રેમની ચર્ચાઓ થઇ રહી છે.

Image Source

આ બિઝનેસમેનનું નામ સેથુરમન છે જેઓ મદુરાઈમાં રહે છે. થોડા સમય પહેલા જ તેમની પત્ની એસ. પિછાંઈમાંનીનું 67 વર્ષની ઉંમરે 10 ઓગસ્ટના રોજ હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું હતું. પોતાના પત્નીના અવસાન બાદ તેમને ઘણી જ તકલીફ થઇ અને તેઓ એકલતા અનુભવી રહ્યા હતા. ત્યારબાદ તેમને પોતાની એકલતા દૂર કરવા અને પત્નીની હાજરી પોતાના ઘરમાં વર્તાય એ માટે થઈને પત્નીનું એક પૂતળું બનાવી લીધું.

Image Source

એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સેથુરમને કહ્યું હતું કે: “મેં હાલમાં જ પોતાની પત્નીને ખોઈ છે. જયારે હું આ સ્ટેચ્યુને જોઉં છું તો હું તેની સાથે કનેક્ટ કરી શકું છું. મેં પોતાની નોકરી છોડીને રિયલ એસ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો હતો. મને તેમાં ઘણી ખોટ પણ આવી. પરંતુ તે હંમેશા મારી સાથે હતી. એક બેસ્ટ ફ્રેન્ડની જેમ.”

આ સ્ટેચ્યુને બનાવવા માટે ફાઈબર, રબર, અને અલગ અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રતિમામાં ઉપયોગ થનારો રંગ પણ 50 વર્ષો સુધી ચાલી શકે તે પ્રકારનો છે.આ પ્રતિમાને તેમને પોતાના નિવાસસ્થાન ઉપર રાખી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.