ભીખ માંગી, કચરો વાળ્યો….આજે પોતાની કંપની ઉભી કરીને 1,000 લોકોને આપી રહ્યા છે રોજગાર, 38 કરોડનું ટર્ન ઓવર

ગરીબી અને પૈસાની તંગી બાળપણ છીનવી લે છે. રોજ અપેક્ષાઓ રાખીને સંઘર્ષ કરતો રહેવો પડે છે.જો કે આ સમસ્યાને માત અમુક નીડર લોકો જ આપી શકે છે. જે લોકોનું મન મક્કમ હોય તેઓ દરેક કામ શક્ય બનાવી દેખાડે છે. આવી જ એક કહાની રેણુકા આરાધ્યની છે, જેમણે ગરીબી અને સંઘર્ષના દિવસોમાંથી નીકળીને પોતાની કંપની ઉભી કરી દીધી અને આજે તેની કંપનીનું ટર્નઓવર 38 કરોડ રૂપિયા છે. આવો તો જાણીએ રેણુકાની સંઘર્ષથી લઈને સફળતા સુધીની કહાની.

રેણુકાનો જન્મ બેંગ્લોરના અનેકાલ તાલુકાના ગોપસંડ ગામમાં થયો હતો. તેમના પિતા મંદિરમાં પૂજારી હતા અને પરિવારનું ગુજરાન મંદિરમાં આવતા દાન-પુણ્ય પર જ ચાલતું હતું. પરિવાર પાસે આવકનો અન્ય કોઈ સ્ત્રોત પણ ન હતો, જો કે અમુક જમીન હતી પણ તેમાં કઈ ખાસ પાક બનતો ન હતો. માટે પરિવારનું ગુજરાન ચલાવવા રેણુકાના પિતા ભીખ માંગવા જતા હતા અને સાથે રેણુકા પણ જતો હતો. દાનમાં આવેલા અનાજને વેંચીને તેઓ ગુજરાન ચલાવતા હતા.

રેણુકા ભીખ માંગવાની સાથે સાથે સ્કૂલમાં અભ્યાસ પણ કરતા હતા. રેણુકા જયારે છઠા ધોરણમાં હતા ત્યારે પિતાએ તેને એક વૃદ્ધ વ્યક્તિની સેવામાં લગાડી દીધા હતા. રેણુકા તે વ્યક્તિને નવડાતા હતા અને શરીર પર મલમ પણ લગાડતા હતા. સવારે 10 થી 11 આ કામ પૂર્ણ કરીને તે સ્કૂલ જતા હતા. મળેલી જાણકારીના આધારે રેણુકાએ એક ફેક્ટરીમાં કચરો વાળવાનું પણ કામ કર્યું હતું. 10માં ધોરણમાં આવતા જ પિતાનું નિધન થઇ જતા પરિવારની જવાબદારી રેણુકા પર આવી ગઈ.એવામાં તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને એક મેકેનિકલ ફેકટરીમાં કામ કરવા લાગ્યા.

માત્ર 15 વર્ષની ઉંમરે તેણે રાતે સિક્યોરી ગાર્ડના સ્વરૂપે પણ કામ કર્યું હતું.એક વર્ષ પછી તેણે પ્લાસ્ટિક બનાવવાની કંપનીમાં કામ શરૂ કર્યું અને પછી તેણે પ્રિંટીગનું કામ પણ સીખી લીધુ. જેના પછી રેણુકાએ શ્યામસુંદર ટ્રેડિંગ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું જે સૂટકેસ, વેનિટી બેગ, અને એર બેગ વગેરે બનાવનારી કંપની હતી. એક સમયે રેણુકાએ ટ્રાન્સપોર્ટ કંપની પણ જોઈન કરી હતી જે ડેડ બોડી પણ ટ્રાન્સપોર્ટ કરતી હતી. રેણુકાએ કહ્યું કે તેણે આ કંપનીમાં ચાર વર્ષ સુધી કામ કર્યું અને 300 જેટલા મૃત શરીરને ટ્રાસન્પોર્ટ કર્યા હતા, ઘણીવાર તો તે બે દિવસો સુધી શવની સાથે એકલા જ યાત્રા કરતા હતા. જેના પછી તેને વિદેશી પર્યટકોને ટુર પર લઇ જવાનો મૌકો મળ્યો, તેઓ રેણુકાને ડોલરની ટીપ પણ આપતા હતા.

રેણુકા આ પૈસાને જમા કરવા લાગ્યા અને પોતાની પત્નીના પીએફથી અને અમુક લોકો સાથે મળીને પોતાની સીટી સફારી નામની કંપની ખોલી. તેમજ બેન્કમાંથી લોન લઈને પોતાની ઇન્ડિકા ગાડી પણ ખરીદી લીધી અને દોઢ વર્ષની અંદર બીજી ગાડી પણ ખરીદી લીધી ધીમે ધીમે ગાડીઓની સંખ્યા વધતી ગઈ અને અમુક સમય પછી તેમણે ઇન્ડિયન સીટી ટૈક્સિ કંપની ખરીદી લીધી.

આ કંપનીનું નામ તેણે પ્રવાસી કેબ્સ પ્રાઇવેટ લિમિટેડ રાખ્યું અને ધીમે ધીમે તેની પાસે 300 જેટલી ગાડીઓ થઇ ગઈ. બેંગ્લોર પછી તેણે ચેન્નઈમાં પણ પોતાની બ્રાન્ચ ખોલી અને આજે તેની કંપનીમાં 1000 લોકો કામ કરી રહ્યા છે અને કંપનીનું ટર્નઓવર 38 કરોડ થઇ રહ્યું છે.જે છોકરો એક સમયે ગામે ગામ ફરીને ભિખ માંગતો હતો તે આજે પોતાની મહેનત અને લગનથી 23 લાખની ગાડીમાં સફર કરે છે.

Krishna Patel