લત્તા મંગેશકર બાદ વધુ એક દિગ્ગજનું નિધન, 2001માં મળ્યું હતું પદ્મ ભૂષણ, દેશમાં ફેલાયો શોકનો માહોલ…બજાજ મોટર્સના સંસ્થાપક રાહુલ બજાજ

દેશભરમાંથી મોટો મોટી હસ્તીઓના નિધનની ખબર આવી રહી છે, થોડા દિવસ પહેલા જ  થયેલા ભારતની સ્વર કોકિલા લતા મંગેશકરના નિધનના દુઃખમાંથી દેશ હજુ બેઠો નથી થઇ રહ્યો ત્યાં હવે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બજાજ મોટર્સના સંસ્થાપક રાહુલ બજાજનું આજે એટલે કે શનિવારના રોજ નિધન થઇ ગયું છે.

રાહુલ બજાજ 83 વર્ષના હતા. તેઓ 50 વર્ષ સુધી પોતાની ઉભી રહેલી કંપનીના ચેરમેન પણ રહ્યા. તેમને સરકાર દ્વારા વર્ષ 2001માં પદ્મ ભૂષણ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. રાહુલ બજાજ ભારતીય સ્વતંત્રતા સેનાની અને સામાજિક કાર્યકર્તા જમણલાલ બજાજના પૌત્ર હતા. તેમને પોતાનો અભ્યાસ દિલ્હીના સેન્ટ સ્ટિફેન્સ કોલેજમાંથી કર્યો હતો. તેમને મુંબઈની લો યુનિવર્સીટીમાંથી કાયદાની ડિગ્રી પણ મેળવી હતી.

રાહુલ બજાજે 1965માં બજાજ ગ્રુપની ભાગદોર સંભાળી હતી. તે સમયે ભારત બંધ અર્થતંત્ર હતું. કંપનીનું નેતૃત્વ કરતી વખતે તેમણે બજાજ ચેતક નામનું સ્કૂટર બનાવ્યું. આ સ્કૂટરે ઘણું નામ મેળવ્યું હતું અને તેને ભારતના મધ્યમ વર્ગના પરિવારની આકાંક્ષાના સૂચક તરીકે ગણવામાં આવે છે. તે પછી કંપનીનો વિકાસ ચાલુ રહ્યો.

નેવુંના દાયકામાં જ્યારે ભારતમાં ઉદારીકરણની શરૂઆત થઈ અને ભારત ખુલ્લી અર્થવ્યવસ્થા તરફ આગળ વધ્યું અને ભારતીય ટુ વ્હીલર્સને જાપાની મોટરસાયકલ કંપનીઓથી સખત સ્પર્ધા મળવા લાગી, ત્યારે રાહુલ બજાજે કંપનીને આગળ ધપાવી. બજાજ ગ્રુપની ફ્લેગશિપ કંપની બજાજ ઓટોનું ટર્નઓવર રૂ. 7.2 કરોડ હતું, જે આજે વધીને રૂ. 12,000 કરોડ થયું છે અને તેના ઉત્પાદનોનો પોર્ટફોલિયો પણ વધ્યો છે. રાહુલ બજાજના નેતૃત્વમાં જ તેમની પ્રોડક્ટ્સને વૈશ્વિક બજારમાં સ્થાન મળ્યું.

રાહુલ બજાજે ગયા વર્ષે ઉંમરને ટાંકીને પદ છોડવાનો નિર્ણય લીધો હતો. કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાહુલ બજાજ 1972થી બજાજ ઓટો અને છેલ્લા પાંચ દાયકાથી બજાજ ગ્રુપ ઓફ કંપનીઝ સાથે સંકળાયેલા છે.

Niraj Patel